અંજારના 12 મીટર રોડ ઉપર ટ્રાફિક સમસ્યા વકરતાં વિકલ્પની ચર્ચા

અંજારના 12 મીટર રોડ ઉપર ટ્રાફિક સમસ્યા વકરતાં વિકલ્પની ચર્ચા
ગાંધીધામ, તા. 15 : અંજારમાં વિનાશક ભૂકંપ બાદ અસ્તિત્વમાં આવેલા 12 મીટર રોડ પર   ટ્રાફિક સમસ્યા  રોંજિંદી બની છે.  આ જટિલ  પ્રશ્નના ઉકેલ માટે આ માર્ગ પરની ફૂટપાથ હટાવવી  કે રાખવી   તે અંગે પાલિકાના સત્તાધીશો સામે નવો  પડકાર  ઊભો થયો છે.  આ  વચ્ચે    અંજારની અગ્રણી  વેપારી સંસ્થા  કોમર્સ અને ડેવલોપમેન્ટ કાઉન્સિલ દ્વારા  સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. તો બીજી  બાજુ અત્રેઁના દબાણો  હટાવવા લોકમાંગ ઊઠી હતી. 2001ના વિનાશક ભૂકંપ  બાદ  અંજાર  શહેરના વિકાસ માટે  લોકોની સુવિધામાં વધારો  કરવા અને  જાનહાનિ ટાળવાના ઉદેશ  સાથે મુખ્ય બજારમાં  12 મીટર પહોળો રસ્તો  અસ્તિત્વમાં આવ્યો હતો. પંરતુ  થોડા સમય બાદ જ આ માર્ગ ઉપર    ટ્રાફિકની સમસ્યામાં વધારો થતાં  લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.  વધુમાં પ્રકાશના પર્વમાં પણ લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. શીરર્દદ બનેલી ટ્રાફિક   સમસ્યાના ઉકેલ માટે  કેટલાક  વેપારીવર્ગએ  થોડા સમય અગાઉ  સુધરાઈ દ્વારા આ માર્ગ પર  બનાવવામાં આવેલી   ફૂટપાથને તોડવા  માંગ કરી હતી. તો કેટલાક વેપારીએ ફૂટપાથ ન તોડવા અંગે પણ સૂર પૂરાવ્યો હતો. આ મતમતાંતર વચ્ચે  અડધી   ફૂટપાથ રાખવા માટે ગણગણાટ શરૂ થયો હતો.  ભૂકંપ બાદ અંજારની બજારમાં વિકસાવવામાં આવેલો  આ માર્ગ ખરેખર 12 મીટરને નહીં  હોવાનો આક્ષેપ નગરજનોએ કર્યો હતો. જેના  કારણે  મુશ્કેલીમાં વધારો થયો છે. આ ઉપરાંત  અત્રે ફૂટપાથ પર  બિનધાસ્ત રીતે થયેલા  દબાણો  તંત્ર દ્વારા  હટાવવામાં  ન આવતાં જેના  કારણે ફુટપાથનો હેતુ સાર્થક ન થતાં  લોકોએ અત્યંત નારાજગી વ્યકત કરી હતી.  આ અંગે સુધરાઈ પ્રમુખ રાજેશભાઈ  પલણનો સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું હતું કે પાલિકામાં આવતી ગ્રાન્ટના આધારે આ ફૂટપાથને  બંને બાજુએ  અડધી તોડીને  પેવર બ્લોકનું કામ કરવા અંગેના નિર્ણયને  હાલપૂરતો વિચારાધિન રખાયો છે.  આગામી દિવસોમાં આ દિશામાં  કામગીરી કરવામાં આવશે.  અંજાર  કોમર્સ એન્ડ  ડેવલોમેન્ટ કાઉન્સિલના  પ્રમુખ શીરિષભાઈ હરિયાએ જણાવ્યું હતું કે  હાલની સ્થિતિ આ માર્ગની ફૂટપાથ તોડવી જોઈએ કે નહીં તે માટે  અભિપ્રાયપત્ર તૈયાર કરવામાં આવ્યો છે. જે વેપારીને મોકલીને તેનો મત જાણવાનો પ્રયાસ કરવામાં  આવશે. અત્યાર સુધી  75થી વધુ વેપારીઓ દ્વારા  આ સર્વક્ષણનો જવાબ આપવામાં  આવ્યો છે. આગામી  દિવસોમાં  સર્વક્ષણ પૂર્ણ થયા બાદ વેપારીવર્ગના મત આધારે  સુધરાઈ સમક્ષ રજૂઆત કરાશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer