આદિપુરમાં જરૂરતમંદ કુટુંબના સો બાળકો ઉપરાંત વિધવાઓને વિતરણ

આદિપુરમાં જરૂરતમંદ કુટુંબના સો બાળકો ઉપરાંત વિધવાઓને વિતરણ
આદિપુર, તા. 15 : અહીંના સિંધી સેવા મંચ દ્વારા દિવાળીના ઉત્સવ પ્રસંગે જરૂરતમંદ પરિવારોના 100 બાળકોને નવાં કપડાં તથા વિધવા બહેનોને રાશનની કિટ અપાઇ હતી. મહેમાનો પ્રેમ લાલવાણી, સુરેશ નિહાલાણી, પરમાનંદ ક્રિપાલાણી, આર.?ટી. લાલચંદાણી, મોહન સાજનાણીએ દીપ પ્રગટાવીને સિંધી સેવા મંચની વિવિધ પ્રવૃત્તિઓને બિરદાવી હતી. મંચના પ્રમુખ કમલેશ માયદાસાણીએ સંસ્થાની ગતિવિધિઓ પર પ્રકાશ?પાડયો હતો. શ્યામ ગુરનાણી, અનિલ ગુવાલાણી તથા હરેશ?કાન્જાણીએ આર્થિક સહાય પૂરી પાડી હતી. આ પ્રસંગે ગોધરાથી આવેલા કલાકારોએ ગીતો રજૂ કર્યા હતા તો સ્થાનિક સિંધોલોજીના ઉપક્રમે એક  નાટક પણ રજૂ કરાયું હતું. તન-મન-ધનથી સામાજિક ક્ષેત્રે સેવા આપનાર સાત સેવકોનાં પણ શાલ તથા સ્મૃતિચિહ્ન દ્વારા સન્માન કરવામાં આવ્યા હતા, જેમાં મુકેશ લખવાણી, નરેશ બૂલચંદાણી, શ્યામ ગુરનાણી, સંજય જગેશિયા, લલિત ઢાલવાણી, સીમા ક્રિપલાણી તથા ઠાકુર દેવ માખીજાણીનો સમાવેશ થાય છે. સંચાલન તથા આભારવિધિ એસ. વી. ગોપલાણીએ કર્યા હતા. હરેશકુમાર તુલસીદાસ, નરેન્દ્ર લખવાણી, આશા ગુલરાજાણી, મનોહર માયદાસાણી, મહેશ?લાલવાણી, પ્રમોદ મોટવાણી વગેરેએ આયોજનમાં સહકાર આપ્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer