જલારામ બાપાની 219મી જયંતી ભકતોએ ઝૂંપડાવાસીઓને ભોજન કરાવી ઉજવી

જલારામ બાપાની 219મી જયંતી ભકતોએ ઝૂંપડાવાસીઓને ભોજન કરાવી ઉજવી
ભુજ, તા. 15 : વીરપુરને જગ વિખ્યાત કરનારા ભકત જલારામ બાપાની 219મી જન્મ જયંતી કચ્છના ભાવિકો દ્વારા ભકિત અને ભોજન સહિતના કાર્યક્રમો સાથે ઉજવાઈ હતી.  ભુજના માનવ જયોત સંસ્થા અને રામદેવ સેવાશ્રમ પાલારા દ્વારા જલારામ મંદિર (રવાણી ફળિયા)ના સહયોગથી ભુજના જુદા જુદા વિસ્તારના ઝૂંપડા અને ભૂંગાઓમાં રહેતા  ગરીબોના ઝૂંપડે-ઝૂંપડે જલારામબાપાનો મહાપ્રસાદ ખીચડી-કઢી-રોટલા- ગોળ, મરચા જમાડયા હતા.  રેલવે સ્ટેશને કામધંધા માટે આવેલા 150થી વધુ ભૂખ્યા શ્રમજીવીઓએ પણ આ મહાપ્રસાદ લીધો હતો.  વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, મહેશ મારાજ, વિક્રમ રાઠી, રાહુલ રાજપૂતે સંભાળી હતી.  સત્યમ સંસ્થાના ઉપક્રમે ગરીબોના ભૂંગા અને ઝૂંપડામાં રહેતા રંક પરિવારોના બાળકોને જલારામ બાપાની પ્રિય ખીચડી કઢીનું જમણ અપાયું હતું. તેમજ કપડાનું વિતરણ કરાયું હતું.   દાતા ભાવનાબેન માંકડ અને જટાશંકરભાઈ માંકડ અને દર્શન વૈશ્નવ લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના હેમેન્દ્રભાઈ જણસારીએ સહયોગ આપ્યો હતો. દર્શક અંતાણી, વી.આર. મહેતા,  મધુકાંત ત્રિપાઠી, ચંદ્રકાંત શાહ,  દક્ષાબેન બારોટ,  નીતા શાહ, ભરત અંતાણી, અરાવિંદ ભાનુશાલી વગેરે જોડાયા હતા. માંડવી જલારામ મંદિર દ્વારા સર્વે જ્ઞાતિના બાળકો તથા બાલિકાઓ માટે `બટુક ભોજન'નું આયોજન કરાયું હતું. પ્રસાદ લેનાર દરેક બટુકોને શૈક્ષણિક કિટ અપાઈ હતી.  લોહાણા મહાજનના પ્રમુખ  હરીશભાઈ ગણાત્રા, મંત્રી જયેશભાઈ સોમૈયા તેમજ કારોબારી સભ્યો હાજર રહ્યા હતા. દર વર્ષે બટુક ભોજનના પ્રસાદના કાયમી દાતા ગં. સ્વ.  ગુણવંતીબેન ગોપાલજી ચંદે પરિવાર રહે છે તથા આ પ્રસાદ બનાવવા માટેની નિ:શુલ્ક સેવા વિનોદભાઈ જોશી આપે છે. યુવક મંડળના પ્રમુખ હસમુખભાઈ ઠક્કર, હિતેશભાઈ આથા, કીર્તિભાઈ ચંદે,  દીપકભાઈ પલણ,  મૌલિક ચંદારાણા, તેજસ ઠક્કર,  હિરેન ભીન્ડે એ સહયોગ આપ્યો હતો. પૂજારી હરેશભાઈ જોશીએ આભાર વ્યક્ત કર્યો હતો.  માંડવી : જલારામ ભક્ત મંડળ દ્વારા સવારે ગાયત્રી હવન બાદ મહાપ્રસાદ યોજાયો હતો. 1800 ભાવિકોએ લાભ લીધો હતો. કનુભા આશરની આગેવાનીમાં કાર્યકરોએ આયોજન સંભાળ્યું હતું. મુંદરા જનસેવા સંસ્થા દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકોને ખીચડી ભોજન અને સેવબુંદી પીરસવામાં આવ્યા હતા. દાતાઓનો સહયોગ મળ્યો હતો.  જલારામ ખીચડીઘરના 139 ગુરુવાર પૂર્ણ થઈ રહ્યા છે તે પૂર્વે જલારામ જયંતીના ભૂખ્યા લોકોને ભોજન અને નગરના જરૂરતમંદ લોકોને રાશનકિટનું વિતરણ કરાયું હતું. 139 ગુરુવારથી મુંદરાના લોહાણા યુવા મંડળના પ્રમુખ પાર્થભાઈ ઠક્કર અને પ્રફુલ્લભાઈ ઠક્કર આર્થિક સહયોગ આપી રહ્યા છે. જલારામ જયંતીએ મહાજનના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ ચોથાણી, એએસઆઈ નરેન્દ્રસિંહ જાડેજા, કિશોરભાઈ પલણએ આર્થિક સહયોગ આપ્યો હતો. રાજ સંઘવી,  અસલમ માંજોઠી,  ઉમેશ પંડયા, પ્રતીક શાહ, ભીમજી જોગીએ વ્યવસ્થા સંભાળી હતી. કોટડા (જ) તા. નખત્રાણા :  લોહાણા મહાજન દ્વારા દરિયાસ્થાન ખાતે બાપાના મંદિરે સવારે આરતી પૂજન,  બપોર પછી શોભાયાત્રા  મુખ્ય બજારોમાં ફરી હતી. જ્યાં મૂર્તિપૂજન અને મહાપ્રસાદના દાતા લખમશી વાલજી લીંબાણીના નિવાસસ્થાને પૂજન અર્ચન કરાયા હતા.  મહાઆરતી બાદ મહાપ્રસાદમાં લોહાણા મહાજન, સારસ્વત બ્રહ્મસમાજ તેમજ દાતા પરિવારના સભ્યો જોડાયા હતા.  પૂજન આચાર્ય  પ્રવીણભાઈ જોશીએ કર્યું હતું.  સમાજ પ્રમુખ રમેશભાઈ દૈયા,  પંકજભાઈ દૈયા,  જખુલાલ દાવડા, દીપક મામા,  શંભુભાઈ બારૂ,  જયેશ ખોટ, જીતુ સોમૈયા, તેમજ મહિલા મંડળના તૃપ્તિબેન, રેખાબેન, આશાબેન જોશી વગેરે  જોડાયા હતા. ખાવડા : લોહાણા મહાજન દ્વારા જલારામ જયંતીની ઉજવણી કરાઈ હતી. સમાજના વેપારીઓએ ધંધા-રોજગાર બંધ રાખ્યા હતા. સાંજે રવાડી દરિયાસ્થાન મંદિરથી બજાર થઈ પ્રમુખ સ્વામીનગરથી પરત મંદિરે આવી હતી. અહીં મહાજન પ્રમુખ હીરાલાલ રાજદે મહાપ્રસાદ યજમાન રહ્યા હતા. ગૌરીશંકર કોટક પરિવાર દ્વારા આરતી કરાઈ હતી. દાતાઓ મનસુખભાઈ ઠક્કર, સ્વ. છગનલાલ મૂળજી પરિવારના કમલેશ કકડનું સન્માન કરાયું હતું. મહાજન મંત્રી શાંતિલાલ દાવડા, રામલાલ કકડ, સભ્યો પ્રાણલાલ ઠક્કર, દિલીપ દાવડા, કીર્તિ રાજદે, જમનાદાસ દાવડા, વિપુલ તન્ના, શશી સોતા, મહિલા અગ્રણી રૂક્ષ્મણીબેન ગણાત્રા, ક્રિષ્નાબેન સોનાગેલા, પૂર્વ સરપંચ જ્યોત્સનાબેન ઠક્કર, અખિલ કચ્છ લોહાણા મહાજન મંત્રી પરેશ ઠક્કર, વેપારી મંડળના પરસોત્તમ કકડ, ચમનલાલ કેસરિયા, નવીન તન્ના વિ. સાથે રહ્યા હતા. યુવક મંડળના અનિરુદ્ધ રાજદેના માર્ગદર્શનમાં પીયૂષ સોતા, હિતેશ બળિયા, કનૈયાલાલ સોતા, નરેન્દ્ર તન્ના, ધવલ મજેઠિયા, દર્શન કેસરિયા, નરેશ ભીંડે વિ.એ સહયોગ આપ્યો હતો.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer