સમાજને એક સૂત્રથી બાંધવા પરિવારોને હાકલ

સમાજને એક સૂત્રથી બાંધવા પરિવારોને હાકલ
મુંદરા, તા. 15 : અહીં તાલુકા કચ્છ દેશીય સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાન દ્વારા સરસ્વતી સન્માન, સાંસ્કૃતિક એવમ્ વડીલ વંદનાનો ત્રિવેણી સંગમ જેવો કાર્યક્રમ યોજાયો હતો.પ્રમુખ નરેન્દ્રભાઇ ખીયરાના અધ્યક્ષ સ્થાને પ્રારંભે કચ્છના અલગ અલગ મહાસ્થાનના અતિથિવિશેષો તથા સમાજના ટ્રસ્ટીગણ તેમજ મહિલા મંડળના પ્રમુખના હસ્તે દીપ પ્રાગટય કરાયું હતું. ત્યારબાદ તમામ અગ્રણીઓને પુસ્તકો અર્પણ કરી સન્માનિત કરાયા હતા. સમાજના નર્સરીથી કોલેજ-ડિપ્લોમા જેવા ઉચ્ચ અભ્યાસ સુધીના ઉત્તીર્ણ તમામ બાળકોને પ્રોત્સાહિત કરાયા હતા. સમાજનાં બાળકો દ્વારા કાર્યક્રમમાં સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરનારા દરેક બાળકોને ભેટ?અપાઇ હતી.વડીલ વંદના કાર્યક્રમ અંતર્ગત સમાજના 60 કે તેથી વધુ ઉંમર ધરાવતા વડીલોનું સમાજના દંપતીઓ દ્વારા સન્માનપત્ર તેમજ ભાગવત નવનીત?(પુરાણ) - ગૌમુખી, માળા આપીને અભિવાદન કરાયું હતું. આ કાર્યક્રમમાં વિશેષ નિમંત્રિત મહેમાનોમાં ભુજથી કચ્છ દેશીય સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાનના પૂર્વ મંત્રી, સારસ્વત સાગર તેમજ માનવ જ્યોત ટ્રસ્ટના પ્રતિનિધિ શંભુભાઇ જોષી, માંડવી મહાસ્થાનના પ્રમુખ?વિનોદભાઇ કનૈયા, ભચાઉ-રાપર મહાસ્થાનના પ્રમુખ?અશોકભાઇ?પાંધી, અંજાર મહાસ્થાનના ટ્રસ્ટી પરેશભાઇ જોષી, મુંદરા મહાસ્થાન?ટ્રસ્ટી પ્રણવભાઇ જોષી (મુંદરા ભાજપ શહેર પ્રમુખ)એ પ્રસંગોચિત ઉદ્બોધન કરી જ્ઞાતિ ઉત્કર્ષ માટે વિવિધ?સૂચનો કર્યાં હતાં. વિશિષ્ટ ઉપલબ્ધિ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થિનીનું સન્માન કરાયું હતું. જેમાં ઐશાની હિમાલયભાઇ સારસ્વત દ્વારા એસ.એસ.સી.માં મુંદરા તા.માં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થવા બદલ સન્માનિત કરાઇ હતી.આ અવસરે નરેન્દ્રભાઇએ સમાજને એક સૂત્રે બંધાવા હાકલ કરી તેમજ દરેક પરિવાર દ્વારા સારો પ્રતિસાદ મળશે તો સમાજનાં બાળકોને દર વર્ષે પાઠયપુસ્તકો તેમજ અભ્યાસ માટે જરૂરી અન્ય સાધનો રાહતદરે મળી શકે તેવી વ્યવસ્થા મહાસ્થાન દ્વારા કરાશે તેમ ઉમેર્યું હતું. આભારવિધિ મહિલા મંડળના પ્રમુખ તૃપ્તિબેન છાંગાણી, સંચાલન હિમાલયભાઇ ગાવડિયાએ કર્યું હતું.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer