નલિયામાં લોહાણા મહાજન દ્વારા જ્ઞાતિ ઉત્કર્ષ વિશે વિવિધ નિર્ણયો લેવાયા

નલિયામાં લોહાણા મહાજન દ્વારા જ્ઞાતિ ઉત્કર્ષ વિશે વિવિધ નિર્ણયો લેવાયા
નલિયા, તા. 15 : અબડાસાના મુખ્ય મથકે સ્થાનિકે લોહાણા મહાજન દ્વારા સ્નેહમિલન પ્રમુખ હરેશ આઈયાના પ્રમુખસ્થાને યોજાયું હતુ. તેમાં જ્ઞાતિ ઉત્કર્ષના વિવિધ નિર્ણયો લેવાયા હતા.આગામી 14મીએ જલારામ જ્યતીની ધામધૂમથી ઉજવણી કરવા, જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનું બહુમાન કરવા ઉપરાંત લોહાણા સમાજનું સંગઠન વધુ બળવતર બનાવવાનો નિર્ણય લેવાયો હતો.જ્ઞાતિના ઉપપ્રમુખો સતીશ ઠક્કર, ગિરીશ સોનાઘેલાએ એકતા વિના સમાજની પ્રગતિ શક્ય નથી તેવું જણાવ્યું હતું. કાયદાના વિદ્યાર્થિની નમ્રતા ઠક્કરે જ્ઞાતિ ઉત્કર્ષના સૂચનો કર્યા હતા. જ્ઞાતિના બુઝુર્ગ અગ્રણી રતનશીભાઈ સોનાઘેલા, યુવક મંડળના કપિલ ગણાત્રા, મહિલા મંડળના બીનાબેન મડૈયાર, ગીતાબેન ઠક્કર, પરેશ ઠક્કર, તુષાર આઈયા, નારાણભાઈ ઠક્કર, મહેશ સોમૈયા, આશિષ તન્ના વગેરે ઉપરાંત જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer