ભુજની સેવાભાવી સંસ્થાને માવજતના સાધનો અપાયા

ભુજની સેવાભાવી સંસ્થાને માવજતના સાધનો અપાયા
ભુજ, તા. 15 : પબ્લિક પાર્ક સ્પોર્ટસ કલબના એક સાદા સમારંભમાં આશરે રૂા. 20,000ની કિંમતના માવજતના સાધનો જેવા કે, વ્હીલચેર નંગ-2, વોકર નંગ-3, ચોપગી લાકડી નંગ-4, ત્રિપગી લાકડી-3 નંગ તેમજ એર બેગ નંગ-1ની વસ્તુઓની ભેટ ભારતીય સેવા મંડળને આપવામાં આવી હતી.  વી.પી.એસ.સી.ના પ્રમુખ પરાક્રમસિંહ જાડેજા, જયેશ ઠક્કર, જગદીશ ઠક્કર, દેવેન્દ્ર શાહ ઉપસ્થિત રહ્યા હતા.  અને ભવિષ્યમાં સંસ્થાને જરૂર પડયે સહાય આપવાની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં બન્ને સંસ્થાએ પ્રેરણા સહયોગ આપનાર સામાજિક અગ્રણી મિતેશ શાહની કામગીરીને બિરદાવી હતી. ભારતીય સેવા મંડળના પ્રમુખ રશ્મિકાન્ત પંડયા, ઉપપ્રમુખ પ્રજ્ઞેશ છાયા, ખજાનચી જિજ્ઞાબેન મણિયાર તથા માવજત સાધન કેન્દ્રના ચેરપર્સન હંસાબેન મુન્શીએ સાધનોનો સ્વીકાર  કર્યો હતો.વ્યવસ્થા આશિષ મણિયારે સંભાળી હતી. સંસ્થાના પ્રમુખ શ્રી પંડયાએ જણાવ્યું હતું કે, પી.પી.એસ.સી. દ્વારા અમારી સંસ્થાને વસ્તુઓ ભેટ આપવામાં આવેલ છે તે કામગીરીને બિરદાવી હતી. જ્યારે પી.પી.એસ.સી.નાપ્રમુખ શ્રી જાડેજા દ્વારા  ભારતીય સેવા મંડળનીઆવી માનવીય પ્રવૃત્તિ  બિરદાવી હતી. સંસ્થાના મંત્રી જિતેશ મણિયારે આભાર માન્યો હતો. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer