વિવિધ ગુણો દ્વારા જીવનમાં કૌશલ્ય વધારવા અનુરોધ

વિવિધ ગુણો દ્વારા જીવનમાં કૌશલ્ય વધારવા અનુરોધ
ભુજ, તા. 15: નેહરુ યુવા કેન્દ્ર ભુજ દ્વારા 15થી 29 વર્ષની બહેનોને મફત બ્યૂટીપાર્લરનો ત્રણ માસનો તાલીમવર્ગ ગાંધીધામ ખાતે જિલ્લા યુવા સંયોજક શિવદયાલ શર્મા અને મહેશ્વરી સમાજના આગેવાનોના હસ્તે દીપ પ્રાગટયથી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. બહેનોને બ્યૂટીપાર્લરની કિટ અર્પણ કરીને જિલ્લા યુવા સંયોજકે બહેનોને એકાગ્રતાથી તાલીમ લઇને સ્વરોજગાર પ્રાપ્ત કરવા આહ્વાન કરીને મહાન નારીઓનાં જીવન-કવન વિશે જણાવીને વક્તવ્ય આપ્યું હતું. ગાંધીધામમાં બ્યૂટીશિયન તરીકે સન્માનિત થનારા કમળાબેન અબચુંગ ઇન્સ્ટ્રક્ટર તરીકે તાલીમ આપતા હોવાથી તાલીમાર્થી બહેનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે સમાજના વિવિધ?આગેવાનોએ ઉપસ્થિત રહીને નેહરુ યુવા કેન્દ્રની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. અશોકભાઇ?ઘેલા, પી.જી.વી.સી.એલ.ના નાયબ ઇજનેર જ્યોત્સનાબેન મહેશ્વરી, નગરસેવિકા ચંદ્રિકાબેન દાફડા, મહેશ્વરી સમાજવાડીના આગેવાન દાફડા ચંદ્રિકાબેન, જયશ્રીબેન વિગેરેએ વક્તવ્યો આપ્યા હતા અને નારીશક્તિઓનાં વિવિધ?ગુણો દ્વારા જીવનમાં કઇ રીતે કૌશલ્ય વધારી શકાય તે અંગેની પ્રેરણા તાલીમાર્થીઓને આપવામાં આવી હતી. સંચાલન દેવજીભાઇ મહેશ્વરીએ કર્યું હતું.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer