મેરાઉમાં રવિવારે નવનિર્મિત જૈન ધર્મ સ્થાનકમાં મંગલ પ્રવેશ

મેરાઉમાં રવિવારે નવનિર્મિત જૈન ધર્મ સ્થાનકમાં મંગલ પ્રવેશ
માંડવી, તા. 15 : તાલુકાનાં મેરાઉ ગામે આઠ કોટિ નાની પક્ષ સ્થા. જૈન સંઘ દ્વારા નવનિર્મિત નૂતન જૈન ધર્મ સ્થાનકમાં મંગલ પ્રવેશ તા. 18-11ના રવિવારે થશે. આઠ કોટિ નાની પક્ષ જૈન સકળ સંઘના પ્રમુખ ટ્રસ્ટી દામજીભાઇ એન્કરવાલાના અધ્યક્ષસ્થાને યોજાનારા આ કાર્યક્રમમાં જયેન્દ્રાબેન જેઠાલાલ પદમશી ગાલા વડાલાવાલા દ્વારા નવનિર્મિત નૂતન સ્થાનકમાં મુખ્ય પ્રવેશદ્વારનો લાભ માતા સરોજબેન (કેસરબેન) શામજીભાઇ સંગોઇ (સાડાઉ), બીજો પ્રવેશદ્વાર જયેન્દ્રાબેન જેઠાલાલ પદમશી ગાલા (વડાલા), વ્યાખ્યાન હોલ, પ્રથમ પ્રવેશદ્વાર જેઠાલાલ પદમશી ગાલા, બીજો પ્રવેશદ્વાર ઠાકરશી (બચુભાઇ) પદમશી ગાલા, અંદરના રૂમના પ્રવેશદ્વાર જવેરબેન ઉમરશી ગાંગજી ગડા, જ્યારે ધર્મસ્થાનકની તકતીનું અનાવરણ સંઘપતિ જયંતીલાલ ચંપકલાલ શાહ (ઓલ્વીન ગ્રુપ, મેરાઉ) દ્વારા કરવામાં આવશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં મુંબઇગરાઓ ઉપસ્થિત રહેશે. અતિથિવિશેષપદે દાતા પરિવારો, સંઘ પ્રમુખો વિગેરે આગેવાનો જોડાશે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer