ભુજ સુધરાઇના ઠરાવો સામે વિપક્ષની કાનૂની નોટિસ

ભુજ, તા. 15 : શહેર સુધરાઇની તાજેતરમાં યોજાયેલી સામાન્ય સભામાં ગેરકાનૂની ઢબે થયેલી અમલવારીના આક્ષેપ સાથે વિપક્ષ કોંગ્રેસે નગરપતિ અને કારોબારી ચેરમેનને કાનૂની નોટિસ આપી છે. વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ એચ. જાડેજાએ એડવોકેટ એ.જે. ઠક્કર અને એસ.એસ. ચાકી મારફતે આપેલી નોટિસમાં જણાવ્યું હતું કે, આ સામાન્ય સભામાં ગુ. મ્યુ. એકટની જોગવાઇ મુજબ અમલવારી કરવાની હોદ્દેદારોની જવાબદારી છે, તે બજાવવામાં ન આવે તો કાઉન્સિલર તરીકે દૂર થવાની જોગવાઇ છે. તેમણે સભામાં સમય અડધો  કલાક વહેલો કરવા સર્ક્યુલર ઠરાવને બહાલી, 20 હજારથી વધુ રકમનાં તમામ કામોને બહાલી આપવા તેમજ 14 કામોનાં ચૂકવણાં ઠરાવ પહેલાં જ કરી દેવાનો મુદ્દો છેડયો છે, હવે આ મુદ્દે કોર્ટમાં દાવો કરવાની ચેતવણી અપાઇ છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer