વર્લ્ડકપ સુધી વન-ડે ટીમમાં વધુ ફેરફાર નહીં

મુંબઇ, તા. 15 : ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રવિ શાત્રીએ આજે અહીં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વર્લ્ડ કપ પહેલા ટીમને ફકત 13  મેચ રમવાના છે. આથી વન ડે ટીમમાં વધુ ફેરફાર જોવા નહીં મળે. આવતા ઇંગ્લેન્ડમાં રમાનાર વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા તેનો પહેલો મેચ દ. આફ્રિકા સામે પ જૂને રમવાની છે. શાત્રીએ એવો ઇશારો કર્યો કે ટીમમાં એ જ 1પ ખેલાડી રમશે જેમનું ઇંગ્લેન્ડ જવું પાકું હોય. ઓસ્ટ્રેલિયાના પ્રવાસે રવાના થતાં પહેલાની પત્રકાર પરિષદમાં કોચ શાત્રીએ આ વાત કરી હતી. તેણે કહયું કે હવે સમય આવી ગયો છે કે એકાગ્ર બનીને યૂનિટમાં રમીએ. અમે આશા રાખીએ છીએ કે કોઇ ખેલાડી ઇજાગ્રસ્ત ન થાય, જેથી વિકલ્પ માટે શોધ કરવી પડે. અમારી પાસે વધુ મેચ નથી. ફકત 13 છે. એ મેચોમાં શ્રેષ્ઠ ટીમ સાથે રમવા માંગીએ છીએ. ભારત 3 મેચ ઓસ્ટ્રેલિયા સામે રમવાની છે. આ પછી ન્યુઝીલેન્ડ પ મેચ રમવા જશે. જયારે આવતા વર્ષના પ્રારંભે ઓસ્ટ્રેલિયાની ટીમ પ વન ડે રમવા ભારત આવશે. ઓસ્ટ્રેલિયા સામે ભારતને ચાર ટેસ્ટ રમવાના છે. જેનો પ્રારંભ 6 ડિસેમ્બરથી થશે. જે વિશે કોચ શાત્રીએ કહયું કે આફ્રિકા અને ઇંગ્લેન્ડ પ્રવાસમાંથી શિખ લઇને કાંગારૂઓને ચુનૌતી આપવી પડશે. ઇંગ્લેન્ડની સ્કોરલાઇન બાદ પણ અમે વિપરિત પરિસ્થિતિમાં સારું પ્રદર્શન કર્યું હતું. 

  બોલિંગ સારી, બેટધરો સાથ આપે : કોહલી  જયારે સુકાની વિરાટ કોહલીએ કહયું હતું કે ટીમની બોલિંગ ઘણી સારી છે, પણ બેટધરોએ તેમનો સારો સાથ આપવો પડશે. ઓસ્ટ્રેલિયાની પિચો પર કુકાબુરા બોલ સામે ધૈર્ય બનાવીને રમવાની જરૂર રહેશે. આફ્રિકા અને ઇંગ્લેન્ડમાં બોલરોએ પાંચેય દિવસ સારું પ્રદર્શન કર્યું હતું. હવે બેટસમેનોએ એક ડગલું આગળ વધીને સારો દેખાવ કરવો રહ્યો.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer