ઝિમ્બાબ્વેને 218 રને હરાવી 1-1થી ટેસ્ટ શ્રેણી ડ્રો કરતું બાંગલાદેશ

ઢાકા, તા. 15 : બીજી ટેસ્ટમાં પ્રવાસી ઝિમ્બાબ્વે સામે 218 રને જીત મેળવીને બાંગલાદેશની ટીમ બે ટેસ્ટની શ્રેણી 1-1થી ડ્રો કરવામાં સફળ રહી છે. આજે મેચના પાંચમા અને આખરી દિવસે 443 રનના વિજય લક્ષ્યાંક સામે ઝિમ્બાબ્વેની ટીમ 224 રને ઓલઆઉટ થઇ ગઇ હતી. બ્રેંડન ટેલરે બીજી ઇનિંગમાં પણ સદી કરી હતી. જો કે તેની બન્ને ઇનિંગની સદી ઝિમ્બાબ્વેની હાર ખાળી શકી ન હતી. ટેલરે પહેલા દાવમાં 110 અને બીજા દાવમાં અણનમ 106 રન કર્યાં હતા. બંગલાદેશની ટીમ પહેલા ટેસ્ટમાં 1પ1 રને હારી હતી. આ પછી શાનદાર વાપસી કરીને શ્રેણી ડ્રો કરી છે. બાંગલાદેશે પહેલા દાવમાં મેન ઓફ ધ મેચ મુશફકીર રહીમની બેવડી સદીથી 7 વિકેટે પ22 રને ડિકલેર કર્યો હતો. જવાબમાં ઝિમ્બાબ્વેના 304 રન થયા હતા. આ પછી બાંગલાદેશે સુકાની મહમદુલ્લાની સદીથી બીજો દાવ 6 વિકેટે 224 રને ડિકલેર કરીને ઝિમ્બાબ્વેને જીત માટે 443 રનનું લક્ષ્ય આપ્યું હતું. જે સામે ઝિમ્બાબ્વે આજે 83.1 ઓવરમાં 224 રને ઓલઆઉટ થઇ હતી. આથી બાંગલાદેશનો 218 રને વિજય નોંધાયો હતો. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer