કચ્છમાં સ્વાઇનફલુના વણથંભ્યા કેસો : વધુ ચારના પોઝિટિવ રિપોર્ટ

ભુજ, તા. 15 : કચ્છમાં સ્વાઇન ફલુ તાવના વણથંભ્યા કેસો દેખાઇ રહ્યા છે અને વધુ ચાર દર્દીના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે તે સાથે કુલ આંક 105 થઇ  ગયો છે. ભુજ તા.ના માધાપરના 72 વર્ષીય મહિલા અને માધાપર જૂનાવાસની આઠ મહિનાની બાળકીની ભુજની ખાનગી હોસ્પિટલમાં, માંડવી તાલુકાના ગઢશીશાના મફતનગરના બે વર્ષના છોકરાની ભુજની ખાનગી હોસ્પિટલમાં, ભચાઉ તાલુકાના ચોબારીના ક્રિષ્નાનગરના 66 વર્ષીય પ્રૌઢ  ગાંધીધામની  ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું ઇએમઓએ જણાવ્યું  હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer