કચ્છમાં એક મહિનામાં 7.50 લાખ ઘેટાં-બકરાંને રસીકરણ કરાશે

ભુજ, તા. 15 : કચ્છના 7.50 લાખ ઘેટાં-બકરાંને એક મહિનામાં રસીકરણ અને કૃમિનાશક દવા પીવડાવવાનો લક્ષ્યાંક રખાયો છે. જિલ્લા પંચાયતની પશુપાલન શાખા દ્વારા દરેક સેન્ટરો ખાતેથી ગત તા. 12થી શરૂઆત કરી દેવાઇ છે. નાના પ્રાણીઓને વાઇરલ રોગ પેસ્ટિસ ડી-પેરીટ-રૂમીનન્ટસ થવાથી મોઢામાં ચાંદા પડે છે. ઝાડા થાય અને તાવ આવે છે તેના આગોતરા અટકાવ માટે શરૂ થયેલી આ કામગીરી આગામી મહિનાની 12મી તારીખ સુધીમાં પૂર્ણ કરાશે. આ લક્ષ્યાંકને પૂર્ણ કરવા નાયબ પશુપાલન નિયામક ડો. કે. જી. બ્રહ્મક્ષત્રી દ્વારા તમામ કેન્દ્રોને સૂચના અપાઇ હોવાનું પશુ ચિકિત્સક ડો. હરેશ ઠક્કરે જણાવ્યું હતું. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer