કેબીસીના સવાલ-જવાબમાં કચ્છના તબીબે ભૂલ પકડી

ભુજ, તા. 15 : મહાનાયક અમિતાભ બચ્ચન સંચાલિત લોકપ્રિય ટીવી શો `કૌન બનેગા કરોડપતિ'ના એક પ્રશ્નના ખોટા જવાબની ભૂલ પકડી પાડતાં કચ્છના જાણીતા બાળરોગ નિષ્ણાત ડો. રાજેશભાઈ માહેશ્વરીએ કહ્યંy હતું કે, અગાઉ પણ કેબીસીમાં જવાબમાં ભૂલ થઈ ચૂકી છે. ગઈકાલ બુધવારના એપિસોડમાં એવો પ્રશ્ન પૂછાયો હતો કે, મચ્છરના કરડવાથી કયો રોગ નથી થતો ? પરંતુ આ સવાલ જ વૈજ્ઞાનિક દૃષ્ટિએ ખોટો છે, તેવું ડો. માહેશ્વરી  કહે છે. આ સવાલના જવાબમાં જોન્ડીસ એટલે કે કમળો જણાવાયું હતું. કમળો એ કોઈ રોગ નહીં, પરંતુ લક્ષણ છે. વધુમાં મેલેરિયા અને ડેન્ગ્યુ જેવી બીમારીઓમાં તબિયત વધુ બગડે, તો કમળો થઈ શકે છે તેવું તેમણે ઉમેર્યું હતું. અભ્યાસુ તબીબે `કચ્છમિત્ર' સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, અગાઉ પણ `દિવાળી  ક્યારે આવે છે, તેવો સવાલ પૂછીને તેનો જવાબ આસો માસની પૂનમ અપાયો હતો, પરંતુ હકીકતમાં દિવાળી અમાસના આવે છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer