નલિયા મહેશ્વરી સમાજની યુવતી તબીબી ક્ષેત્રે વિદેશ જવાની ઘટના ઐતિહાસિક

નલિયા, તા. 15 : અહીંના મહેશ્વરી સમાજ દ્વારા તબીબી ક્ષેત્રે વિદેશ જતી સમાજની દીકરીને  શુભેચ્છા પાઠવવા સમારંભ યોજાયો હતો. 17 વર્ષીય યુવતી કુ. મિનલ લાલજીભાઈ કટુઆને વિવિધ સમાજના આગેવાનોએ શુભેચ્છા પાઠવી હતી.  ગામના સરપંચ રેખાબા જાડેજાના પ્રમુખ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં સરપંચે સફળતાની શુભેચ્છા પાઠવી હતી.  સમાજના પ્રમુખ રમેશભાઈ મહેશ્વરીએ આવકાર અને સ્વાગત પ્રવચન કર્યું હતું. બાર એસોસીએશને શુભેચ્છા પાઠવી હતી. સમાજના બુઝર્ગ અગ્રણી ખેતશીભાઈ મહેશ્વરીએ આ ઘટનાને સમાજ માટે ઐતિહાસિક લેખાવી હતી. અબડાસા મહેશ્વરી સમાજના પ્રમુખ નોટરી અને એડવોકેટ લાલજીભાઈ કટુઆએ પોતાની ભૂતકાળની આર્થિક પરિસ્થિતિનું વર્ણન કરી અને યુક્રેન વિદેશ જવા માટે કરેલા પ્રયાસોનો ચિતાર આપ્યો હતો. લોહાણા સમાજના ઉપપ્રમુખ અને નલિયાના માજી સરપંચ સતીશભાઈ ઠક્કર અને તારાચંદભાઈ ઠક્કર તેમજ બારના પ્રતિનિધિ ભરત હોથી, આધમ લોધરા, અનવરભાઈ મંધરા, મહમદભાઈ ખત્રી, જગદીશગિરિ, વિક્રમસિંહ જાડેજા વિગેરેએ શુભેચ્છા પાઠવી  હતી. સંચાલન ગુલાબભાઈ કટુઆએ કર્યું હતું. આ પ્રસંગે નલિયાના આગેવાનો અબ્દુલભાઈ મેમણ, રઘુભા જાડેજા, ગૃહમાતા વેલાબેન, લિયાકતઅલી આગરિયા તથા મનજીભાઈ મહેશ્વરી વિ. ઉપસ્થિત રહ્યા હતા.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer