સ્વચ્છતા પખવાડિયા દરમ્યાન ભુજમાં કરાયેલી ઉજવણી

ભુજ, તા. 15 : અહીંની ઓફ્રેડ હાઈસ્કૂલ ખાતે એન.એસ.એસ. વિભાગ દ્વારા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી અંતર્ગત એન.એસ.એસ.ના સ્વયંસેવકો દ્વારા સ્વચ્છતા અભિયાન અને વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. તેના અંતર્ગત શાળા અને શાળા બહારનું પ્રાંગણ નિયમિત રૂપે સાફ કરવું, નકામો કચરો-પ્લાસ્ટિક વગેરે દૂર કરવા, વર્ગસફાઈ, લોબી અને પ્રાર્થનાખંડની સફાઈ વગેરે કાર્યો કરવામાં આવ્યાં હતાં. સ્વયંસેવકો અને વિદ્યાર્થીઓમાં સફાઈ અને સુંદરતાનો ગુણ ખીલે તે માટે વર્ગસફાઈ અને વર્ગ સુશોભન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.સ્વચ્છતા પખવાડિયા દરમ્યાન ભુજની શાળામાં રોટરી ક્લબ અને એન.એસ.એસ. વિભાગના સંયુક્ત ઉપક્રમે આત્મહત્યા રોકો દિનની ઉજવણી કરવામાં આવી હતી અને તમામ સ્વયંસેવકોએ ભુજના જાહેર માર્ગો પર આત્મહત્યા અટકાવવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા પખવાડિયાની ઉજવણીની તમામ પ્રવૃત્તિઓનું આયોજન અને સંચાલન એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસર એ.પી. દવે અને એચ.આર. પટેલે કર્યું હતું. એન.એસ.એસ.ના સલાહકાર પી.ડી. છાભૈયા અને કુ. તરલિકાબેન મહેતાએ કાર્યક્રમ દરમ્યાન ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડયું હતું. શાળાના તમામ શિક્ષકોએ સહકાર આપ્યો હતો. શાળાના આચાર્ય બી.એમ. વાઘેલાએ સ્વયંસેવકો દ્વારા થયેલી તમામ પ્રવૃત્તિઓને બિરદાવી હતી.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer