ગ્રંથાલય સપ્તાહ નિમિત્તે ભુજમાં પુસ્તક મેળો

ભુજ, તા.15 : મહારાઓ વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય, ભુજ અને વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઈન્સ્ટિટયુટ દ્વારા ગ્રંથાલય સપ્તાહ નિમત્તે તા.18થી 20 નવેમ્બર દરમ્યાન ત્રિ-દિવસીય પુસ્તક મેળો યોજાશે. આ પુસ્તક મેળામાં તમામ પુસ્તકો 50 ટકા વળતરથી મળવા ઉપરાંત પુસ્તક ખરીદી માટે સરકારી સહાય ન મેળવેલી હોય તેવી સંસ્થાઓના ગ્રંથાલયોને વિશેષ લાભ આપવાની યોજના છે. આ યોજના અંતર્ગત રૂા. પાંચ હજાર કે તેથી ઉપરની કિંમતના પુસ્તકોની ખરીદી કરનાર ગ્રંથાલયોને 50 ટકા વળતરનો લાભ મળવા ઉપરાંત બીજા રૂા. પાંચ હજારની કિંમતના પુસ્તકો આયોજકો દ્વારા ભેટ અપાશે. આમ, આવા ગ્રંથાલયોને રૂા. પાંચ હજારની ખરીદી સામે રૂા. 15 હજારની કિંમતના પુસ્તકો મળશે. આ અંગેની વિશેષ જાણકારી માટે ગોરધન પટેલ `કવિ' મો.નં. 9825243355નો સંપર્ક સાધવા જણાવાયું છે. મહારાઓ વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલયની સાર્ધ શતાબ્દિ ઉજવાઈ રહી છે ત્યારે પુસ્તકાલય ખાતે ગ્રંથાલય  સપ્તાહને  લક્ષમાં  રાખીને યોજાનાર આ  પુસ્તક મેળામાં  ગુજરાતના વિવિધ  પ્રકાશકો  ઉપરાંત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના  પુસ્તકો  પણ ઉપલબ્ધ બનશે. આ પુસ્તક મેળાનો લાભ લેવા  અનુરોધ  કરાયો છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer