નારાયણસરોવર ખાતે આજથી ભવ્ય વેદલક્ષણા ગૌનવરાત્ર ગૌકથાનો પ્રારંભ

નારાયણસરોવર ખાતે આજથી ભવ્ય વેદલક્ષણા ગૌનવરાત્ર ગૌકથાનો પ્રારંભ
નારાયણસરોવર, તા. 7 : ગૌધામ મહાતીર્થ પથમેડાના સંસ્થાપક ગૌઋષિ સ્વામી દત્તશરણાનંદજી મહારાજની અધ્યક્ષતામાં તેમજ સાધુ-સંતો અને ગૌભક્તોની ઉપસ્થિતિમાં ગૌકથા યોજાઇ છે. અખિલ ગૌવંશની રક્ષા હેતુ આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સુરભિ જપ મહાયજ્ઞ અનુષ્ઠાન તા. 8થી 17 નવેમ્બર સુધી કરવામાં આવશે. જેમાં ગૌપૂજન તેમજ સુરભિ સહસ્રાર્યન દરરોજ સવારે 7 વાગ્યે કરવામાં આવશે, તેમજ શ્રીમદ્ ગૌભાગવત કથા દરરોજ સવારે 10થી 1 કલાક સુધી ગૌઉપાસક રાજેન્દ્રદાસ દેવાચાર્યજી મહારાજ (મલુકપીઠ વૃન્દાવનધામ)ના ગૌભક્તિમય વાણીમાં કરવામાં આવશે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer