માંડવીના આઝાદ ચોકમાં આગને પગલે ભયનો માહોલ સર્જાયો

માંડવીના આઝાદ ચોકમાં આગને પગલે ભયનો માહોલ સર્જાયો
માંડવી, તા. 7 : દિવાળીના સપરમા દિવસે વહેલી સવારે  શહેરના હાર્દ સમા આઝાદ ચોકમાં બંધાયેલા મંડપમાં આગ લાગી હતી. આ બાબતે જાણ થતાં નગર સેવા સદનના ફાયર ફાઇટરે તાત્કાલિક ધસી જઇ આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, આગને પગલે 10 દુકાનોમાં આગળના ભાગમાં બંધાયેલા મંડપ બળીને ખાખ થઇ ગયા હતા.ઉપરોકત ઘટના અંગે પ્રાપ્ત માહિતી મુજબ દરરોજ નિત્યક્રમ પ્રમાણે  મોર્નિંગ વોક પર જતા રમેશભાઇ કંદોઇએ આઝાદ ચોકમાં રાજેશ્વરી સ્ટોરના આગળના ભાગે મંડપમાં આગ લાગેલી જોતાં દુકાનદાર પરેશભાઇને જાણ કરી હતી અને થોડી જ વારમાં તમામ વેપારીઓએ પહોંચી આવી ગિરીશભાઇએ નગર સેવા સદનમાં જાણ કરતાં વિજયભાઇ બાવાજી સહિતની ટીમ પહોંચી આવી  હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer