કચ્છના સાંસદે જવાનો સાથે દિવાળી ઊજવી

કચ્છના સાંસદે જવાનો સાથે દિવાળી ઊજવી
ભુજ, તા. 7 : કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડાએ પરંપરાગત રીતે શહેરના મુંદરા રોડ સ્થિત બી.એસ.એફ.ની 108 બટાલિયનના હેડક્વાર્ટર ખાતે જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી જવાનોને મીઠું મોઢું કરાવ્યું હતું. શ્રી ચાવડાએ જણાવ્યું હતું કે, પોતાના પરિવારોથી દૂર સરહદ પર આપણી રક્ષા માટે તૈનાત રહેતા જવાનોને પોતાના પરિવારની ખોટ ન સાલે તે માટે આ ઉજવણી કરવામાં આવી હતી. આ તકે તેમણે દિવાળીની પૂર્વસંધ્યાએ જવાનોને મીઠાઇ અર્પણ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત આઇ.જી. શ્રી સિંઘને પણ મીઠાઇ અર્પણ કરાઇ હતી. જવાનો દ્વારા પરિવાર સાથે વાર્ષિક મેળાનું આયોજન પણ કરાયું હતું. સાંસદ દ્વારા સરહદે તૈનાત જવાનો માટે પણ મીઠાઇના બોક્ષ મોકલવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા રાષ્ટ્રીય તહેવારોની સરહદ પર જવાનો સાથે ઉજવણી કરી પરિવારની ભાવના ઉત્પન્ન થાય તેવા પ્રયાસો કરવામાં આવે છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer