આદિપુરમાં જૈન સોશિયલ ગ્રુપે ઝોનલ ઇન્ડોર રમત સ્પર્ધા યોજી

આદિપુરમાં જૈન સોશિયલ ગ્રુપે ઝોનલ ઇન્ડોર રમત સ્પર્ધા યોજી
ગાંધીધામ, તા. 7 : અહીંની સંસ્થા જૈન સોશિયલ ગ્રુપ દ્વારા કચ્છ ડિસ્ટ્રીક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સૌપ્રથમ વખત ઝોનલ ઇન્ડોર સ્પોર્ટસ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર ક્ષેત્રના ચેરમેન રાજેશ શાહ, જૈન સોશિયલ ગ્રુપના પ્રમુખ ડો. ચેતન વોરા, મારવાડી યુવા મંચના પ્રમુખ મુકેશ પારેખ, જીતોના અધ્યક્ષ મહેશ પૂજ, પ્રોજેક્ટ ચેરમેન મીનેશ શાહ, ઝોન કો-ઓર્ડિનેટર રાજુ જૈનના હસ્તે દીપ પ્રાગટય કરી રમતોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ટેબલ ટેનિસ, બેડમિન્ટન, કેરમ અને ચેસની યોજાયેલી સ્પર્ધામાં 120 જેટલા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ટેબલ ટેનિસ અને બેડમિન્ટનની તમામ સ્પર્ધામાં ગાંધીધામના ખેલાડીઓએ મેદાન માર્યું હતું, જ્યારે કેરમ અને ચેસની સ્પર્ધામાં રાપર અને ગાંધીધામના ખેલાડીઓએ જીત હાંસલ કરી હતી. વિવિધ સ્પર્ધાઓ પૈકી ટેબલ ટેનિસ અંડર-19માં કેવલ ખંડોલ વિજેતા, પ્રિયંક ચેતન વોરા ઉપવિજેતા, 20થી 45 વય વિભાગમાં જેકીન સંઘવી વિજેતા, આગમ?શેઠ ઉપવિજેતા, 46 વર્ષથી ઉપરના વિભાગમાં ધર્મેશ વોરા વિજેતા, ધર્મેન્દ્ર જૈન ઉપવિજેતા, બહેનોના વિભાગમાં અંડર-19માં દર્શી મીનેશ શાહ વિજેતા, દિયા ચેતન પારેખ ઉપવિજેતા, 20થી 45ના વિભાગમાં દિશા ભાવેશ?શાહ વિજેતા, અનિતા ધર્મેન્દ્ર જૈન ઉપવિજેતા રહ્યા હતા. બેડમિન્ટનમાં ભાઇઓના અંડર-19માં તરંગ લાલકા પ્રથમ, દેવાંગ જિતેન્દ્ર મહેતા દ્વિતીય, 20થી 45ના વયજૂથમાં મુકેશ બાબુલાલ સંઘવી પ્રથમ, ઋષભ રોહિત જૈન દ્વિતીય, 45થી વધુના વિભાગમાં જ્ઞાન સિંધવી પ્રથમ ક્રમે વિજેતા બન્યા હતા. બેડમિન્ટન ડબલ્સમાં ધર્મેશ વોરા, પરાગ સંઘવીની જોડી પ્રથમ અને મુકેશ સિંધવી-ઋષભ જૈનની જોડી ઉપવિજેતા બની હતી. મહિલા ડબલ્સમાં વિશ્વા જૈન અને દીપા પારેખની જોડી વિજેતા અને અર્ચના જૈન-સીમા સિંધવીની જોડી ઉપવિજેતા રહી હતી. મિક્સ ડબલ્સમાં જ્ઞાનજી સિંધવી-સીમા સિંધવીની જોડી વિજેતા અને અશ્વિન જૈન-અર્ચના જૈનની જોડી ઉપવિજેતા જાહેર થઇ?હતી. ચેસમાં અંડર-19માં પુરુષ વિભાગમાં હિત કલ્પેશ મહેતા વિજેતા, ધૈર્ય જયેશ?શાહ ઉપવિજેતા, 20થી 45 વર્ષના વિભાગમાં કશ્યપ મુકેશ?ગાંધી વિજેતા, શૈલેન્દ્ર જૈન ઉપવિજેતા, 45 વર્ષથી ઉપરના વિજેતામાં પુષ્પેન્દ્ર જૈન વિજેતા, મહેશ બાબુલાલ મહેતા ઉપવિજેતા જાહેર થયા હતા. ચેસ મહિલા વિભાગમાં અંડર-19માં હેનીશા મહેશ પૂજ પ્રથમ, ઝીલ કમલેશ?જૈન દ્વિતીય, 20થી 45 વર્ષના વિભાગમાં આયુષી જયેશ?મોરબિયા પ્રથમ, ફાલ્ગુનીબેન પ્રશાંત ગઢેચા દ્વિતીય, 45 વર્ષથી વધુના વિભાગમાં વર્ષાબેન જયેશ?મોરબિયા પ્રથમ, દીપાલી કલ્પેશ?મહેતા દ્વિતીય ક્રમે વિજેતા બન્યા હતા. કેરમમાં અંડર-19માં કેવીન?શાહ વિજેતા, વર્ષિલ મિતલ શાહ ઉપવિજેતા, 20થી 45 વર્ષના વિભાગમાં શાશ્વત બકુલ વોરા વિજેતા, મિહિર મહેશ?મોરબિયા ઉપવિજેતા, કેરમ પુરુષ?ડબલ્સમાં 20થી 45 વર્ષમાં વિકાસ ખંડોલ-સંદીપ પૂજ વિજેતા, મિહિર મહેતા અને સાચી ઉપવિજેતા, 45 પ્લસમાં નરેન્દ્ર મહેતા-મહેશ?મહેતા વિજેતા, જ્ઞાન સિંધવી-અનિલ જૈન ઉપવિજેતા બન્યા હતા. મહિલા વિભાગમાં 20થી 45 વર્ષના વયજૂથમાં સ્નેહાબેન?શાહ વિજેતા, ભાવનાબેન શાહ ઉપવિજેતા, ડબલ્સમાં દિપલ મોરબિયા-ખુશ્બૂ દોશી વિજેતા જ્યારે સીમા સિંધવી-ભાવના?શાહ ઉપવિજેતા બન્યા હતા. સમાપન સમારોહમાં જી.એસ.ટી.ટી.એ.ના સેક્રેટરી અને ટી.ટી. કોચ હરીશ સંગતાણી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કુશલરાજ પારેખ, રાજેશ?શાહ અને અન્યોના હસ્તે વિજેતાઓને સન્માનિત કરાયા હતા. આયોજનને સફળ બનાવવા તેજસ  શેઠ, રોહન સંઘવી, જગદીશ?નાહટા, ધર્મેશ?દોશી, સમીર મહેતા, જિતેશ મોમાયા, કિરણ?મહેતા, જિતેન્દ્ર સિંધવી, બકુલ વોરા વગેરે સહયોગી બન્યા હતા. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer