છાત્રો અભ્યાસની સાથોસાથ સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં પણ ભાગ લે

છાત્રો અભ્યાસની સાથોસાથ સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં પણ ભાગ લે
હરિપર (તા. ભુજ), તા. 7 : ભુજ શહેરની ભાગોળે આવેલા હરિપરની સીમ સ્થિત વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલનો વાર્ષિકોત્સવ ઉમંગભેર  ઉજવાયો હતો. આ વાર્ષિકોત્સવમાં એરફોર્સ સ્ટેશન ભુજના એર કોમોડોર નીલેશ જોશી, એર ઓફિસર કમાન્ડિંગ મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહ્યા હતા.  તેમની સાથે ગ્રુપ કેપ્ટન  કમલ હેનોક, ચીફ એડમિનિસ્ટ્રેશન ઓફિસર, ફ્લાઇટ લેફ્ટનન્ટ કે.એચ. 1 સિન્હા, એરફોર્સ સ્ટેશન ભુજ ઉપરાંત મુખ્ય સિવિલ જજ આર. વી. માનદાની પણ હાજર રહ્યા હતા. મુખ્ય મહેમાન શ્રી જોશીએ વિદ્યાર્થીઓને અભ્યાસની સાથોસાથ સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં પણ ઉત્સાહપૂર્વક ભાગ લેવા પ્રેરિત કર્યા હતા.વાર્ષિકોત્સવને અનુલક્ષી વિદ્યાર્થીઓએ વિજ્ઞાન તેમજ અન્ય વિષયોને અનુરૂપ વિવિધ પ્રકલ્પોનું પ્રદર્શન યોજી વાલીઓ તેમજ મહેમાનોને આકર્ષિત કર્યા હતા.આ સાથે બાળમેળાનું આયોજન પણ થયું હતું. ભારતીય સંસ્કૃતિ આધારિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો બાળકોએ રજૂ કર્યા હતા. શાળાના ચેરમેન ગોપાલભાઇ ગોરસિયાએ મુખ્ય મહેમાનનું સ્વાગત કર્યું હતું. શાળાના સેક્રેટરી એડવોકેટ (નોટરી) કે. કે. હીરાણી અને અન્ય ટ્રસ્ટીગણે સિદ્ધિપ્રાપ્ત વિદ્યાર્થીઓને ઇનામોથી નવાજ્યા હતા. શાળાના આચાર્ય દિપેન વૈદ્યે શાળામાં થયેલી વર્ષભરની પ્રવૃત્તિ અંગેનો અહેવાલ રજૂ કર્યો હતો. બાદમાં મુખ્ય મહેમાને પોતાનાં પ્રવચનમાં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં પણ ઉત્સાહપૂર્વક ભાગ લેવા પ્રેરિત કર્યા હતા.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer