મુંદરા તાલુકાના 27 તલાટીઓ હડતાળ પર જતાં કામ ઠપ

મુંદરા તાલુકાના 27 તલાટીઓ  હડતાળ પર જતાં કામ ઠપ
મુંદરા, તા. 22 : કચ્છ સહિત સમગ્ર રાજ્યના તલાટી મંડળે પોતાના વણઉકેલ પ્રશ્નોના નિરાકરણ નહીં આવતાં આખરે આજથી હડતાળનું એલાન જાહેર કર્યું છે. આ એલાનના અનુસંધાને મુંદરા તાલટી મંડળ દ્વારા કુલ્લ 27 તલાટી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઊતરી ગયા છે. સવારે તાલુકા પંચાયત ખાતે તલાટી એકત્રિત થયા હતા અને સૂત્રોચ્ચાર સાથે હડતાળનું શત્ર ઉગામવામાં આવ્યું છે. મુંદરા સહિત જિલ્લાભરમાં તલાટીઓના હડતાળને કારણે ગ્રામ પંચાયતનો વહીવટ ઠપ થઇ ગયો છે. એક તરફ અછતનો સમયગાળો ચાલી રહ્યો છે, બીજી બાજુ તલાટી મંડળ દ્વારા હડતાળનું શત્ર ઉગામવામાં આવતાં પરિસ્થિતિ વિકટ બનવા પામી છે. આ ટાંકણે મુંદરા, કપાયા, લફરા, વડાલા, ભદ્રેશ્વર, સાડાઉ, સમાઘોઘા, મોખાના સરપંચો ઉપસ્થિત રહી ટેકો જાહેર કર્યો છે. તલાટી મંડળના પ્રમુખ મીતલબેન રાવલને તમામ તલાટીઓએ દફતર જમા કરાવ્યું હતું. અગાઉ જાહેરાત કર્યા મુજબ તલાટી મંડળ હડતાળ પર ઊતરી ગયું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer