ભુજમાં સુરત સ્થિત અમેરિકન સંસ્થા દ્વારા સોના-ચાંદીના ધંધાની માહિતી અપાઇ

ભુજમાં સુરત સ્થિત અમેરિકન સંસ્થા  દ્વારા સોના-ચાંદીના ધંધાની માહિતી અપાઇ
ભુજ, તા. 22 : સોના-ચાંદીના ધંધાની પ્રવર્તમાન સ્થિતિ અને કલર સ્ટોન વિષયક `ધ સેલ્યુર ઓફ રૂબી-શેફિયર એન્ડ ઇએ એરાલ્ડ' સેમિનારમાં સુરત સ્થિત જેમોલોજીકાલ ઇન્સ્ટિટીયૂટ ઓફ અમેરિકાની શાખાના વિજયભાઇ પરમારે માહિતીપ્રદ વકતવ્ય આપ્યું હતું. ભુજ બુલીયન મરચન્ટ એસોસિયેશનની તાજેતરમાં મળેલી સામાન્ય સભામાં આ સેમિનાર યોજાયો હતો. સંસ્થાના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પ્રમુખ ભદ્રેશભાઇ દોશીએ સ્વાગત પ્રવચન કરી સંસ્થાની અત્યાર સુધીની કામગીરીની સમીક્ષા કરી ભાવિ આયોજન વિશે જણાવ્યું હતું. કચ્છ બુલીયન ફેડરેશન સાથેના જોડાણની મહત્ત્વની ચર્ચામાં સંસ્થાના સભ્યો દ્વારા સર્વાનુમતે હાલ પૂરતું આ જોડાણ મોકૂફ રાખવા નિર્ણય લેવાયો હતો. સુરતના જીઆઇએસના વ્યવસ્થાપક સેહલ શાહ અને શ્રી પરમારનું શાલ દ્વારા સ્વાગત ખજાનચી જગદીશભાઇ સોની અને સહમંત્રી મિલનભાઇ સોનીએ કર્યું હતું. ગિરીશ સોલંકી, મુકેશ બારમેડા,અશોક ઝવેરી, ધર્મેન્દ્ર બારમેડા વિગેરેએ વ્યવસ્થા સંભાળી હતી તેવું મંત્રી વિજયભાઇ બુદ્ધભટ્ટીની યાદીમાં જણાવાયું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer