સચિનના બે વિક્રમ એકસાથે તોડતો રોહિત શર્મા

નવી દિલ્હી, તા. 22 : આક્રમક ઓપનર રોહિત શર્માએ વેસ્ટ ઇન્ડિઝ સામેની પહેલી વન ડેમાં 117 દડામાં 1પ2 રન કરીને મહાન સચિન તેંડુલકરથી બે મામલે આગળ થયો છે. તે વન ડે ક્રિકેટમાં 1પ0થી સૌથી વધુ સ્કોર કરનારો પહેલા નંબરનો ખેલાડી બન્યો છે. તેણે આ મામલે મહાન સચિન તેંડુલકર અને ડેવિડ વોર્નરને પાછળ રાખી દીધા છે. રોહિત શર્માએ 1પ0થી વધુનો સ્કોર છઠ્ઠી વખત કર્યો છે. જ્યારે સચિન અને વોર્નરના નામે આ સિધ્ધિ પાંચ-પાંચવાર છે. ત્રીજા નંબર પર ક્રિસ ગેલ, સનથ જયસૂર્યા અને હાશિમ અમલા ત્રણ-ત્રણવાર 1પ0થી વધુનો સ્કોર કરી ચૂકયા છે. રોહિત શર્માએ આ ઉપરાંત વન ડે ક્રિકેટમાં તેની 20મી સદી 183મી ઇનિંગમાં કરી છે. આ રેકોર્ડ અમલા (108 ઇનિંગ)ના નામે છે. આ પછી વિરાટ (133) અને ડિ'વિલિયર્સ (17પ) છે. રોહિત (183 ઇનિંગ) ચોથા નંબર પર છે. સચિન (197) પાંચમા અને ગિબ્સ 217 ઇનિંગમાં 20 સદી કરીને છઠ્ઠા સ્થાને છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer