વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપ : બજરંગ પુનિયા ફાઇનલમાં

બુડાપેસ્ટ, તા. 22 : ભારતનો સ્ટાર કુસ્તીબાજ બજરંગ પુનિયા વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપના ફ્રી સ્ટાઇલ વર્ગની ફાઇનલમાં પહોંચી ગયો છે. તેના માટે ગોલ્ડ મેડલ જીતવાની સારી તક છે. ભારતના અન્ય ત્રણ પહેલવાન હારીને બહાર થઇ ગયા છે. કોમનવેલ્થ અને એશિયન ગેમ્સના વિજેતા બજરંગ પુનિયાએ ક્વાર્ટર ફાઇનલમાં ક્યુબાના વાલેદેસ તોબિયરને 4-3 પોઇન્ટથી હાર આપી હતી; જ્યારે સેમિ ફાઇનલમાં મંગોલિયાના પહેલવાન તુલગા તુમુર ઓચિરને પ-3થી હરાવ્યો હતો. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચાર વર્ષ પહેલાં કાંસ્યચંદ્રક જીતનારો બજરંગ હવે સુવર્ણચંદ્રક જીતવાની નજીક પહોંચી ગયો છે. બજરંગ વિજેતા બનશે તો સુશીલકુમાર પછી ગોલ્ડ જીતનારો બીજો ભારતીય કુસ્તી ખેલાડી બનશે. સુશીલકુમારે 2010માં સુવર્ણચંદ્રક કબ્જે કર્યો હતો. બીજી તરફ, સંદીપકુમાર પ7 કિલો વર્ગમાં ગ્વાટેમાલાના જોસ મોક્સ સામે જીતી ગયો હતો, પણ તેને અઝરબૈજાનના ખેલાડી જિજોર્જી સામે હાર મળી હતી. સુમિત મલિક પણ 12પ કિલો વર્ગમાં અમેરિકાના પહેલવાન નિકોલસ એડવર્ડ સામે 2-7થી હારી જતાં કાંસ્યચંદ્રક ચૂકી ગયો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer