નવાગામમાં મહિલાની છેડતી થતાં ફરિયાદ

ગાંધીધામ, તા. 22 : ભચાઉ તાલુકાનાં નવાગામમાં એક મહિલા પોતાનાં ઘર પાસે હતી ત્યારે તેની આબરૂ લેવાના ઈરાદે એક શખ્સે છેડતી કરતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. નવાગામમાં રહેનાર 24 વર્ષીય એક પરિણીતા પોતાના ઘર પાસે હતી ત્યારે ગઈકાલે રાત્રે નરેન્દ્ર નાનજી કોળી નામના શખ્સે ત્યાં આવી આબરૂ લેવાના ઈરાદે મહિલાએ ઓઢેલો દુપટ્ટો ખેંચી તેની છેડતી કરી હતી. આ બનાવ અંગે પોલીસે આજે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer