કચ્છમાં 16મી ડિસેમ્બરે યોજાશે જી.પી.એસ.સી.-કોર્ટની પરીક્ષા

ભુજ, તા. 22 : હજુ ગત રવિવારે જ ભુજમાં ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 અને 2 તેમજ નગરપાલિકા મુખ્ય અધિકારીની લેવાયેલી પરીક્ષા બાદ ફરી આગામી 16મી ડિસેમ્બરે ભુજ તેમજ આસપાસનાં ગામોમાં જી.પી.એસ.સી. વર્ગ-1ની પરીક્ષા યોજાશે. સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આગામી 16મી ડિસેમ્બરે નાયબ મામલતદાર અને નાયબ સેકશન અધિકારી વર્ગ-1ની પરીક્ષાઓ યોજાશે. ભુજ શહેર તેમજ આસપાસનાં ગામોમાં જ્યાં પૂરતી વાહનવ્યવહારની સગવડ હોય તેવા વિસ્તારોમાં યોજાનારી પરીક્ષા માટે 6100 ઉમેદવારો મેદાનમાં ઊતર્યા છે. આ માટે લગભગ 25 કેન્દ્ર પ2 225 બ્લોકમાં પરીક્ષાઓ લેવામાં આવશે. બીજી તરફ આ જ દિવસે ભુજ ખાતે કોર્ટમાં ચોકીદાર, હમાલ, લીફ્ટમેન અને પટ્ટાવાળાની જગ્યા માટે પણ પરીક્ષા લેવાશે, જેમાં પણ અંદાજે 1000 જેટલા ઉમેદવારો ઉપસ્થિત રહી પોતાનું નસીબ અજમાવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer