એસ.ટી.ની ભુજથી રાજકોટ અને અમદાવાદની વોલ્વો બસ શરૂ

ભુજ, તા. 22 : ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે તા. 20થી ભુજથી રાજકોટ અને પરત તેમજ ભુજથી અમદાવાદ અને પરત આવવા ત્રણ-ત્રણ નવીન હાઈ એન્ડ વોલ્વો સર્વિસોનું સંચાલન શરૂ કરાયું છે. ભુજ રાજકોટનું ભાડું રૂા. 489 છે, જે રાજકોટથી 6.30 ઉપડી 10.35, 12 વાગ્યે ઉપડી 16.05 વાગ્યે અને 17 કલાકે ઉપડી 21-05 વાગ્યે ભુજ પહોંચશ. જ્યારે ભુજથી 6.30 ઉપડી 10.35, 12 વાગ્યે ઉપડી 6.15 અને 17 વાગ્યે ઉપડી 21.05 વાગ્યે રાજકોટ પહોંચશે. ભુજથી અમદાવાદ રૂટમાં ભાડું 699 નિયત કરાયું છે, ભુજથી 9 વાગ્યે ઉપડી 16.45 વાગ્યે, 15 વાગ્યે ઉપડી 22.45 અને 17 કલાકે ઉપડી 00.45 વાગ્યે અમદાવાદ પહોંચશે, વળતે અમદાવાદથી 9 વાગ્યે ઉપડી 16.45, 6 વાગ્યે ઉપડી 13.45 અને 17 કલાકે ઉપડી 0.45 કલાકે ભુજ પહોંચશે, તેવું વિભાગીય નિયામકની યાદીમાં જણાવાયું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer