માનકૂવાનો દારૂનો નાસતો ફરતો આરોપી પકડાયો

ગાંધીધામ, તા. 22 : ભુજ તાલુકાના માનકૂવા પોલીસ મથકમાં દારૂના ગુનામાં નાસતા ફરતા એક આરોપીને પેરોલ ફર્લો સ્ક્વોડે પકડી પાડયો હતો. માનકૂવા પોલીસે ત્રણ માસ અગાઉ દારૂ સંબંધી ગુનો નોંધ્યો હતો. જેમાં કુરબઇનો મુકેશ બચુ કોળી નામનો શખ્સ પોલીસના હાથમાં આવ્યો ન હતો. દરમિયાન, આજે પેરોલ ફર્લો સ્ક્વોડ આ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તેવામાં બાતમીના આધારે આ શખ્સને કુરબઇના બસ સ્ટેન્ડ પાસેથી પકડી પાડી તેને માનકૂવા પોલીસના હવાલે કરાયો હતો.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer