ગાંધીધામના લાયન્સ નવરાત્રિ ઉત્સવમાં મેઘા ફાઇનલ સંપન્ન : ખેલૈયાઓને આકર્ષક ઇનામો

ગાંધીધામના લાયન્સ નવરાત્રિ ઉત્સવમાં મેઘા  ફાઇનલ સંપન્ન : ખેલૈયાઓને આકર્ષક ઇનામો
ગાંધીધામ, તા. 22 : અહીંની સેવાકીય કાર્યો કરતી સંસ્થા લાયન્સ કલબ દ્વારા આરોગ્ય સેવાને વધુ સુદ્રઢ કરવાના હેતુ સાથે મીડિયા પાર્ટનર `કચ્છમિત્ર'ના સહયોગથી યોજાયેલા નવરાત્રિ મહોત્સવ, રાસોત્સવના છેલ્લા દિવસે ખેલાડીઓ મન મૂકી ઝુમ્યા હતા. આ વેળાએ મેઘા ફાઇનલ રાઉન્ડમાં વિજેતા ખેલૈયાઓને આકર્ષક ઇનામો આપી સન્માનીત કરાયા હતા. સૌરાષ્ટ્ર કચ્છની પ્રથમ પંચતારક હોટેલ રેડીશનના પરિસરમાં યોજાયેલા રાસ ઉત્સવના અંતિમ દિવસે હની ટયુન ઓરકેસ્ટ્રાના સુરીલા સૂરોના સંગાથે ખેલૈયાઓ ઝુમ્યા હતા. સમાપનના અંતે બેસ્ટ કપલ, બેસ્ટ મેલ, બેસ્ટ ડાન્સિંગ જોડી સહિતના ખિતાબ વિજેતાઓને આપવામાં આવ્યા હતા. બેસ્ટ કપલ વિજેતાને અંજારની સેવન સીઝ હોલીડે તરફથી 3 દિવસની ગોવાની ટ્રીપનો પુરસ્કાર એનાયત કરાયો હતો. સમગ્ર આયોજનને પાર પાડવા પ્રેજેકટ ચેરમેન ગુલ દરિયાણી, હરીશ થારવાણી, કલબ પ્રમુખ સંજય જગેશિયા, સેક્રેટરી લલિત ધલવાનીના માર્ગદર્શન હેઠળ ધીરેન મહેતા, વિશાલ દુનેજા, યમન દુનેજા, દીપક આચાર્ય, સંદીપ પીઠડિયા, આશિષ પાટડિયા, માધવ, રાહુલ વાળા, સુરેશ મહેતા અને તમામ લાયન્સ સભ્યો સહયોગી બન્યા હતા. આ આયોજનમાં વેલ્સપન, એસ.આર.જી. ગ્રુપ, ગ્લેમોના નેશનલ સ્ટીલ, બી.એમ. ઓટોલિન્ક, બી.એમ. હુન્ડાઇ, ક્રીષ્ના પેકેજિંગ, ટ્રાયલો, હોટલ હાર્દિક જય રેસીડેન્સી, હોટેલ રેડીશન, રાજવી ગ્રુપ અતીરે, જે.કે. ટાયર્સ, બી.એમ. નેકસ, સીપીએલ ગ્રુપ, યુનિક સેલ્સ, ઓરીએન્ટલ પ્લાય, ક્રીષ્ના સુઝુકી, ટ્રોઝ શિપિંગનો વિશેષ સહયોગ સાંપડયો હતો. આ રાસોત્સવને જમાવવામાં વિવિધ એજેન્સીની ટીમો નિર્મલ ખાનિયા, એલઇડીના તેજશ વોરા, પીઠડિયા મંડપ સર્વિસ, એસ.કે. લાઇટ (બોસદ), સુરેશભાઇ, શિવમ સાઉન્ડ જયપુર, રાજુભાઇ (મુનલાઇટ), દીપક ગોયલ (એમ.ડી. પ્રિન્ટર્સ) અને પ્રદીપસિંહ જાડેજા, (સેફ સિકયુરિટી), નારી ચંદનાની (વોટર સપ્લાર્ય) વગેરેએ સક્રિય ભૂમિકા નિભાવી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer