કંડલા એસઈઝેડમાં રોગ નિદાન શિબિર

કંડલા એસઈઝેડમાં રોગ નિદાન શિબિર
ગાંધીધામ, તા. 22 : અહીંની સંસ્થા મારવાડી યુવા મંચ નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઈઝેશન અને કંડલા એસઈઝેડ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કંડલા એસઈઝેડ કોલોની સ્થિત હેલ્થ સેન્ટર ખાતે યોજાયેલા કેમ્પનું ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટય કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. શિબિરમાં નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઈઝેશનના વિવિધ રોગના 10 જેટલા નિષ્ણાત તબીબોએ સેવા આપી દર્દીઓને સારવાર આપી હતી. કેમ્પમાં 240 જેટલા જરૂરિયાતમંદ લોકોની સારવાર કરાઈ હતી અને દવાઓ નિ:શુલ્ક આપવામાં આવી હતી. મારવાડી યુવા મંચ દ્વારા સેવા આપનારા તમામ તબીબોને સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરાયા હતા. કાસેઝના જેડીસી સંદીપ મહાપાત્ર, કસ્ટમના ડી.સી. અરુણકુમાર, કાસેઝ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના મંત્રી રાજુ ચેલાણી, પૂર્વ અધ્યક્ષ પારસ જૈન, મારવાડી યુવા મંચના અધ્યક્ષ મુકેશ પારેખ, મંત્રી જિતેન્દ્ર જૈન (શેઠિયા), પ્રોજેક્ટના સંયોજક સુરેશ નાહટા, સહસંયોજક કેવદારામ પટેલ, નંદલાલ ગોયલ, જિતેન્દ્ર સિંઘવી, ઓમપ્રકાશ સરિયાલા, પારસ જોય વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer