આવતીકાલે સાંતાક્રૂઝમાં ઊજવાશે `કચ્છી વાચન પર્વ''

કનૈયાલાલ જોશી તરફથી મુંબઈ, તા. 22 : વતનપ્રેમી કચ્છીઓ માતૃભાષાને જીવાડવા જાગૃત છે એટલે મા-બોલીમાં મુશાયરો, નાટક, ગીતો, લગ્નગીતો જેવા કાર્યક્રમો યોજાતા રહે છે. બુધવાર, તા. 24મી ઓક્ટોબરે કચ્છી વાચન પર્વનું આયોજન થયું છે, જેમાં કચ્છી ગદ્ય-પદ્યનું પઠન કરવામાં આવશે. કચ્છીઓની માતૃભાષાના વરિષ્ઠ કવિ સાહિત્યકાર-સંશોધક નારાયણ જોશી `કારાયલ'ની જીવનયાત્રાનાં 75 વર્ષની ઉજવણી નિમિત્તે દિવાળી પૂર્વેથી `કારાયલ' અમૃત મહોત્સવ ઊજવાઈ રહ્યો છે, જેનો અહીં આરંભ કચ્છી વાચન પર્વથી થઈ રહ્યો છે, એટલે વરસ દરમિયાન બીજા અનેક કાર્યક્રમો યોજાવાના છે. કવિ માધવ જોશી `અશ્ક'ના અમૃત મહોત્સવ નિમિત્તે ગદ્ય-પદ્ય પઠનનો 25મો કાર્યક્રમ યોજાયો હતો, જેનો ગ્રાન્ડ શો પરેલના દામોદર હોલમાં યોજાયો હતો. ભાષાપ્રેમીઓ તરફથી સુંદર પ્રતિસાદ મળ્યો હતો. આ વાતને 16 વર્ષ વીતી ગયાં. ત્યારપછી કચ્છના બીજા નામાંકિત કવિ નિમિત્ત બને છે. બુધવાર, તા. 24મીએ રાત્રે 8.30 વાગ્યાથી સાંતાક્રૂઝ કવિઓ સેવા સમાજ આરાધના હોલ, દત્તાત્રેય રોડ, સૂર્યા નર્સિંગ હોમની ગલી એ સ્થળે યોજાનારો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer