નવી મોટી ચીરઇના એક ઘરમાંથી 23 હજારનો શરાબ ઝડપાયો

ગાંધીધામ, તા. 22 : ભચાઉ તાલુકાનાં નવી મોટી ચીરઇ ગામમાં એક મકાનમાંથી એલ.સી.બી.એ રૂા. 23,520નો અંગ્રેજી શરાબનો જથ્થો જપ્ત કર્યો હતો, પરંતુ સૂત્રધાર પોલીસના હાથમાં આવ્યો ન હતો. નવી મોટી ચીરઇમાં કોળીવાસ વિસ્તારમાં ગ્રામ પંચાયતના આવાસનાં મકાનો પૈકી એક મકાનમાં આજે વહેલી પરોઢે પોલીસે છાપો માર્યા હતો. ગામના વીરેન્દ્રસિંહ હરદેવસિંહ જાડેજાના કબ્જા ભોગવટાના આ મકાનમાં ત્રાટકી પોલીસે દારૂ જપ્ત કર્યો હતો. અહીંથી 750 એમ.એલ.ની 36 બોટલ તથા 180 એમ.એલ.ના 48 કવાર્ટરિયા એમ કુલ રૂા. 23,520નો શરાબ જપ્ત કર્યો હતો. આ દરોડામાં સૂત્રધાર એવો વીરેન્દ્ર પોલીસના હાથમાં આવ્યો ન હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer