ચારણ સમાજના `િશક્ષણ રથ''ને લખપતે આપ્યા રૂા. સોળ લાખ

ચારણ સમાજના `િશક્ષણ રથ''ને લખપતે આપ્યા રૂા. સોળ લાખ
ભુજ, તા. 21 : ચારણ સમાજના વિદ્યાર્થીઓ માટે ભુજમાં અત્યાધુનિક સુવિધાઓ સાથે બોર્ડિંગનું નિર્માણ થઈ રહ્યું છે. જેના આર્થિક સહયોગ તથા શિક્ષણજાગૃતિ લાવવા માટે અખિલ કચ્છ ચારણ સભા દ્વારા પ્રારંભ કરવામાં આવેલા શિક્ષણ રથને લઈને કચ્છ ચારણ સમાજના મોભીઓ સરહદી લખપત તાલુકામાં પહોંચ્યા હતા. જ્યાં દાતાઓએ ઉદારતા બતાવી કુલ સોળ લાખ રૂપિયા આપ્યા હતા. સોનલપુર (પાનધ્રો) ગામે આઈ સોનલમાનાં મંદિરે વિજયા દશમીના પાટોત્સવ કાર્યક્રમ નિમિત્તે આયોજિત સભામાં કચ્છના જાણીતા ધારાશાત્રી તથા સમાજના આગેવાન દેવરાજભાઈ ગઢવીએ ભુજ ચારણ બોર્ડિંગના ભૂતકાળ તથા ભવિષ્યમાં થનારા આયોજન અંગે વાત કરી હતી. ચારણ સમાજના મહામંત્રી મહેન્દ્રભાઈ ગઢવી, પી.સી. ગઢવી, વડીલ ભીમશીભાઈ અને સાહિત્યકાર જયેશદાન ગઢવીએ કચ્છ ચારણ સમાજ દ્વારા લખપતના ભાઈઓ પ્રત્યે દર્શાવવામાં આવેલી લાગણી તથા પ્રેમ માટે ઋણ અદા કરવા શિક્ષણકાર્ય માટે ઉદાર હાથે સહયોગ આપવા હાકલ કરી હતી. ત્યારબાદ જીવાજી રૂપાજી દેથા પરિવાર દ્વારા રૂપિયા બે લાખ એકાવન હજાર (હસ્તે નીમદાન), ભૂરાજી સરૂપાજી સરતાણિયા પરિવાર દ્વારા રૂપિયા એક લાખ એકાવન હજાર (હસ્તે ગોરધનદાન), રાજકવિ ખેતદાનજી દોલાજી મીસણ પરિવાર દ્વારા રૂપિયા એક લાખ એક હજાર (હસ્તે અર્જુનદાસ), સ્વ. સરદારદાન રઘાજી ઝીબા પરિવાર દ્વારા રૂપિયા એક લાખ એક હજાર (હસ્તે સમરતદાન), સ્વ. ગોવિંદદાન સમેળાજી ખડિયા પરિવાર દ્વારા રૂપિયા પંચોતેર હજાર (હસ્તે પ્રેમદાન-સરપંચ) તેમજ શંકરદાન ખુમદાન દેથા, મોરારદાન પૂંજાજી ખડિયા, નારણદાન સખાજી ખડિયા, પી.સી. ગઢવી, સુરતદાન હજુરદાન ઝીબા, જયેશદાન ગેનદાન ઝીબા, શંકરદાન પથુજી મીસણ વગેરે દાતાઓએ એકાવન હજાર રૂપિયાના અનુદાનની જાહેરાત કરી હતી. રૂપિયા સોળ લાખ જેટલી રકમનો આર્થિક સહયોગ નોંધાયો હતો. અધ્યક્ષસ્થાનેથી અખિલ કચ્છ ચારણ સભાના અધ્યક્ષ વિજયભાઈ ગઢવીએ લખપત ચારણ સમાજની દિલેરીને બિરદાવી હતી. આ પ્રસંગે વસંતદાન ગઢવી (વકીલ), આશિષ ગઢવી (સી.એ.), ભરતરાજ ગઢવી (એન્જિનીયર), વરધદાન દેથા, શંકરદાન ખડિયા, કૈલાસદાન સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમરતદાન સરદારદાન ઝીબા દ્વારા મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. સંચાલન શંકરદાન ગઢવી તથા આભારવિધિ આનંદભાઈ ગઢવીએ કર્યા હોવાનું કચ્છ જિલ્લા ચારણ સમાજ વતી સાત્ત્વિકદાન ગઢવીએ જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer