ભુજની આર.ટી.ઓ. રિલોકેશન સાઇટે મોટી માત્રામાં પાણી વેડફાતાં નારાજગી

ભુજની આર.ટી.ઓ. રિલોકેશન સાઇટે   મોટી માત્રામાં પાણી વેડફાતાં નારાજગી
ભુજ, તા. 21 : એક તરફ સુધરાઇ વારંવાર પાણીની પરિસ્થિતિ સુધારવા મથામણ કરી રહી છે ત્યારે આજે આર.ટી.ઓ. રિલોકેશન પાસેના ટાંકામાંથી મોટી માત્રામાં પાણી વહી સોસાયટીમાં ફરી વળતાં લોકોમાં નારાજગી ફેલાઇ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આજે સવારે ભુજની આર.ટી.ઓ. રિલોકેશન વિસ્તારમાં આવેલા ટાંકામાંથી એકાએક પાણી વહેવાનું શરૂ થયું હતું અને જોતજોતામાં અનેક શેરીઓમાં ફેલાયું હતું. નજરે જોનારાઓએ જણાવ્યું હતું કે, વાલ્વમેનની બેદરકારીને પગલે હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો. એક તરફ શહેરમાં પાણીની પરિસ્થિતિ સુધારવા તાજેતરમાં જ સુધરાઇ ખાતે બેઠક મળી હતી અને બોર-ટાંકા બનાવવા સહિતના સૂચનો કરાયા હતા ત્યાં બીજી તરફ આજે સવારે જ ઉપરોકત પાણીનો વેડફાટ નિહાળી લોકોના જીવ બળ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer