નખત્રાણા અને અબડાસામાં અકસ્માતમાં બે બાઇક ચાલકને ગંભીર ઇજા

ભુજ, તા. 21 : નખત્રાણા અને મુંદરા અને અબડાસા તાલુકામાં બનેલા માર્ગ અકસ્માતના બનાવમાં બાઇકના ચાલક એવા બે જણને ગંભીર ઇજા થઇ હતી. પોલીસે આપેલી માહિતી મુજબ નખત્રાણા ખાતે જલારામ વે બ્રિજ સામે શુક્રવારે મોડીસાંજે પાછળથી આવતી બાઇકની ટકકર લાગતાં ખેંગારખાન કાસમખાન સમેજા (ઉ.વ.21)ને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. બાઇકના ચાલક સામે ઇજાગ્રસ્તના ભાઇ માધાપરના જામખાને ફરિયાદ લખાવી હતી. જયારે અબડાસામાં અદાણી પાવર પ્લાન્ટ પાસે ટ્રેઇલર બાઇક સાથે અથડાતાં બાઇકના ચાલક સુલેમાન હાજી આમદ મંધરાને ગંભીર ઇજાઓ થઇ હતી. ટ્રેઇલરના ચાલક સામે અલીમામદ જાકબ મંધરાએ ફરિયાદ લખાવી હતી તેમ પોલીસે ઉમેર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer