ભુજમાં સગીર વયની કન્યાના અપહરણના મામલે ફોજદારી

ભુજ, તા. 21 : શહેરમાં સગીર વયની કન્યાનું અપહરણ કરવાના મામલે અજાણ્યા આરોપી સામે ફરિયાદ નોંધીને પોલીસે છાનબીન હાથ ધરી છે. કન્યાની માતાએ લખાવેલી ફરિયાદને ટાંકીને આ વિશેની વિગતો આપતાં જણાવ્યું હતું કે શહેરમાં કોડકી રોડ સ્થિત રામદેવનગર વિસ્તારમાંથી સગીર વયની કન્યાનું કોઇ અપહરણ કરી ગયો હતો. એ. ડિવિઝન પોલીસ મથકના ઇન્સ્પેકટર જે.એમ.આલે બનાવની તપાસ હાથ ધરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer