મહિલાઓને ઘેરબેઠા રોજગારી પ્રાપ્ત કરવા સભામાં હાકલ

મહિલાઓને ઘેરબેઠા રોજગારી  પ્રાપ્ત કરવા સભામાં હાકલ
મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 20 : મહિલા સ્વાવલંબી બને, સંગઠન એ જ શક્તિ, પણ મહિલા સંગઠન મળે તો નારીશક્તિ - કાર્યમાં નિયમિતતા રહે. પહેલાંના જમાના કરતાં હવે ત્રી સશક્ત બની છે. હવે નારી પણ ઊંચી ઉડાન કરશે એવું પશ્ચિમ કચ્છ મહિલા બચત અને ધિરાણ સહકારી મંડળીની વાર્ષિક સામાન્ય સભામાં જોડાયેલી 70 ગામોની મહિલાની બેઠકમાં જણાવાયું હતું. શરૂઆતમાં મંડળીના પ્રમુખ મોહનબા પઢિયાર તેમજ મંડળીની મહિલાઓ દ્વારા દીપ પ્રાગટય કરીને પ્રમુખે સભાના એજન્ડાનું વાંચન કરી સભાની શરૂઆત કરી હતી. તેમણે મહિલાઓ સ્વાવલંબી બને, મંડળીમાંથી ધિરાણ લઇ ઘરની આવકમાં ઘરબેઠે સ્વરોજગારી ઊભી કરવાની વાત કરી હતી. હીરૂબેન મહેશ્વરીએ મંડળીની કામગીરીનો આછેરો ખ્યાલ આપતાં નારીશક્તિને બિરદાવી હતી. મંડળીના નીતિનિયમ અને હિસાબોનું વાંચન મેમુનાબેન રાજા, લીલાબા સોઢાએ કર્યું હતું. તો સંગઠન શક્તિ અને નિયમિતતા માટે ગોદાવરીબેને આહવાન કર્યું હતું. તમામ સભ્યોને ભેટ આપવામાં આવી હતી. પુરબાઇ કોલી, ચંદાબા જાડેજા, રાણીબેન રબારી, નંદુબા જાડેજા, જાનાબેન જત, મેમુના સમેજા, હકિમાબેન થેબા, નંદુબા, અમીનાબેન વગેરે હાજર રહ્યા હતા. મંડળીના તમામ સભ્યોએ વ્યવસ્થા સંભાળી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer