દરેક વ્યકિત વસ્તુના સદ્ગુણોને ગ્રહણ કરે નહીં કે તેના અવગુણોને

દરેક વ્યકિત વસ્તુના સદ્ગુણોને  ગ્રહણ કરે નહીં કે તેના અવગુણોને
ભચાઉ, તા. 23 : અહીંના લુહાર સુથાર સમાજ દ્વારા હરિદ્વાર ખાતે નગરના વિશ્વકર્મા મંદિરના વિકાસાર્થે શ્રીમદ્ ભાગવત કથા યોજાઇ હતી. જેમાં આ સમાજના 370 ભાવિકો જોડાયા હતા. ઉત્તરાખંડના તીર્થસ્થાન હરિદ્વાર ખાતે ગંગા કિનારે ભચાઉ લુહાર સુથાર સમાજ દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત કથાની વ્યાસપીઠ પરથી દરેક વ્યકિત વસ્તુના સદ્ગુણોને ગ્રહણ કરવા અવગુણોને નહીં જેથી મનમાં સારા વિચારથી સદ્કાર્યો આપોઆપ થતા રહે અને આત્માનું કલ્યાણ થાય તેવું જણાવાયું હતું. કથા દરમ્યાન રૂક્ષ્મણી વિવાહ, કૃષ્ણજન્મ વગેરે ધાર્મિક કાર્યક્રમો ઉજવાયા હતા. આયોજન વ્યવસ્થા કથા સમિતિના ચંદ્રેશ બાબુલાલ સુથાર, રમેશભાઇ પઢારિયા, જાદવજીભાઇ રાઠોડ, નટવરલાલ પઢારિયા, પ્રવીણભાઇ રાઠોડ સહિતનાએ સંભાળી હતી. મુખ્ય દાતા તરીકે બાબુલાલ અમરશી પઢારિયા પરિવાર રહ્યા હતા, જ્યારે કથાની આવક ભચાઉના વિશ્વકર્મા મંદિરના વિકાસમાં ખર્ચ કરવાનું સમિતિએ જણાવ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer