પ્રિયંકા ચોપરા-નિક જોનાસનાં બીજી ડિસેમ્બરે થશે લગ્ન

પ્રિયંકા ચોપરા-નિક જોનાસનાં  બીજી ડિસેમ્બરે થશે લગ્ન
નવી દિલ્હી, તા. 17 : બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિક જોનાસનાં લગ્નને લઇને છેલ્લા કેટલાક દિવસથી ચર્ચા ચાલી રહી છે, પરંતુ હવે ચર્ચાનો અંત આવ્યો છે. બંને લગ્ન ક્યારે કરશે તેને લઇને અટકળો વચ્ચે હવે તારીખ નક્કી કરી દેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, બંને બીજી ડિસેમ્બરનાં લગ્ન કરનારા છે. થોડાક દિવસ પહેલાં પ્રિયંકા અને નિક પોતાના નજીકના મિત્રોને મળવા માટે જોધપુર ગયા હતા. હવે જાણવા મળ્યું છે કે આ મુલાકાત લગ્નના સ્થળને નક્કી કરવા માટેની હતી. જોધપુરમાં યોજાનારાં લગ્નના જુદા-જુદા કાર્યક્રમ 30મી નવેમ્બરથી શરૂ થઇને બીજી ડિસેમ્બર સુધી ચાલશે. આ પેલેસ વાડિંગ રહેશે. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની આ વર્ષે 18મી ઓગસ્ટના સગાઇની વિધિ થઇ હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer