બીજી ટેસ્ટમાં પાક.ની સંગીન સ્થિતિ: ઓસ્ટ્રેલિયા 14પ રનમાં ઢેર

અબુધાબી, તા. 17 : ઓસ્ટ્રેલિયાનો પહેલા દાવમાં 14પ રનમાં ધબડકો થતાં બીજા ટેસ્ટમાં પાકિસ્તાને મજબૂત પકડ જમાવી છે. આજે રમતના બીજા દિવસે પાકિસ્તાન 281 રને આગળ થયું છે. આજની રમતના અંતે પાકિસ્તાને તેના બીજા દાવમાં બે વિકેટ ગુમાવીને 44 ઓવરમાં 144 રન કર્યા હતા. અઝહર અલી પ4 રને અણનમ રહ્યો હતો. જ્યારે ફખર જમાન 66 રન કરીને આઉટ થયો હતો. પાક.ને પહેલા દાવમાં 137 રનની મહત્ત્વની સરસાઇ મળી હતી. આથી તે ઓસ્ટ્રેલિયાથી 281 રને આગળ થઇ ગયું છે. આ પહેલા આજે બીજા ટેસ્ટના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમ પાક. સામે પહેલા દાવમાં 14પ રનમાં ઢેર થઇ ગઇ હતી. અબ્બાસે પ વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ 39 રન એરોન ફિંચે કર્યા હતા. જ્યારે પૂંછડિયા સ્ટાર્કે 34 રન બનાવ્યા હતા. મેચના હજુ ત્રણ દિવસ બાકી હોવાથી ઓસ્ટ્રેલિયા માટે બીજો ટેસ્ટ બચાવવો કઠિન છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer