નખત્રાણામાં સદી વટાવી ચૂકેલા પીપળાની મોટી શાખ ધરાશાયી

નખત્રાણામાં સદી વટાવી ચૂકેલા  પીપળાની મોટી શાખ ધરાશાયી
નખત્રાણા, તા. 17 : અંદાજે સોએક વર્ષથી પણ વધુ જૂનું પીપળાનું વૃક્ષ જે અહીંના બસ સ્ટેન્ડની અંદર આવતી બસોના માર્ગ પર છે તે એકાએક ધરાશાયી થયું હતું. આ ઘટનાને પગલે વૃક્ષ નીચે જૂના કપડાં વેચતા સથવારા પરિવારો ધંધો આટોપી ઘેર જતા રહ્યા હતા. આ પીપળાના વૃક્ષ પાસે નાના-મોટા ધંધાર્થીઓ ધંધો કરે છે. આ ધંધાર્થીઓ દરરોજ અગરબત્તી કરી સિંદુર પણ લગાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજથી પાંચેક મહિના અગાઉ પણ આ વૃક્ષની તોતિંગ શાખા તૂટી પડી હતી. તેમજ આજે પણ મોટી ડાળી તૂટી પડતાં આ વૃક્ષ પોતાની ઉંમરના કારણે ખોખલું થઇ ગયું છે. તેમજ સડો લાગી ગયો છે તેમાં બેમત નથી. આ વૃક્ષને લોકો પવિત્ર માને છે. જેથી જંગલ ખાતાએ આ વૃક્ષને જો સડો લાગ્યો હોય તો તેની સાર-સંભાળ લેવી જોઇએ કેમકે એક સદી વટાવી ચૂકેલું આ વૃક્ષ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer