ગુરુકુળના છાત્રોએ નારાણપર ગામે શ્રમયજ્ઞ દ્વારા કર્યું સફાઇનું કાર્ય

ગુરુકુળના છાત્રોએ નારાણપર ગામે  શ્રમયજ્ઞ દ્વારા કર્યું સફાઇનું કાર્ય
કેરા (તા. ભુજ), તા. 17 : સ્વામિનારાણ મંદિર સંચાલિત નારાણપર ગુરુકુળમાં આવેલી ઘનશ્યામ એકેડેમી અંગ્રેજી માધ્યમ સ્કૂલના છાત્રોએ સંતોની પ્રેરણાથી સ્વચ્છ ભારત અભિયાન હેઠળ નારાણપર રાવરી-પસાયતીની શેરીઓ વળાવી સજ્જ કરી દીધી હતી. કેરા-મુંદરા માર્ગ પરનો કચરો પણ હટાવ્યો હતો. ભુજ મંદિરના મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામી, કોઠારી જાદવજી ભગત, વરિષ્ઠ સંત પુરાણી ધર્મચરણદાસજી સ્વામીની પ્રેરણાથી નારાણપર-કેરા માર્ગે આવેલી સ્વામિનારાયણ ગુરુકુળ ઘનશ્યામ એકેડેમી શાળાના છાત્રોએ ગાંધીજીના 150 વર્ષની ઉજવણીના ઉપલક્ષમાં સ્વચ્છ ભારત અભિયાનને ગ્રામ્યકક્ષાએ બળ પૂરું પાડયું હતું. ધો. 7થી 12ના આ છાત્રોએ રીતસર શેરીઓ સજ્જ કરી દીધી હતી, તો રાજ્ય પરિવહન માર્ગ પરનો કચરો હટાવી ચોખ્ખો ચણાંક માહોલબ નાવ્યો હતો. ગ્રામજનોનો પણ પ્રતિસાદ મળ્યો હતો. આ નવતર પ્રયાસથી લોકોમાં સ્વચ્છતા પ્રત્યે સજાગતા આવી હતી.ગુરુકુળના સંચાલક સંત પુરાણી નારાયણ વલ્લભદાસજી, સંચાલક ધર્મરણદાસજી શાત્રી, ઘનશ્યામ કેશવદાસજી, દિવ્યપ્રકાશજીદાસજી, ડાયરેક્ટર ઓ. પી. પરાશર, આચાર્ય સાકેતસિંઘ, નિરજ શેઠિયાએ આયોજન કર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer