અછતની સ્થિતિ પાર પાડવા સરકાર સાથે સરપંચ સંગઠન પણ સક્રિય

અછતની સ્થિતિ પાર પાડવા સરકાર  સાથે સરપંચ સંગઠન પણ સક્રિય
ભુજ, તા. 17 : કચ્છ જિલ્લાના ગામોમાં દુષ્કાળની પરિસ્થિતિને પહોંચી વળવા અછતની જોગવાઈનું અસરકાર અમલીકરણ કરવા કલેકટરને રજૂઆત તાલાક સરપંચ સંગઠને કરી હતી. ભુજ, રાપર, અંજાર, નખત્રાણ અને લખપત તાલુકાના સરપંચ સંગઠનના પ્રતિનિધિમંડળ દ્વારા કલેક્ટરને કચ્છની દુષ્કાળની સ્થિતિને પહોંચી વળવા આવેદનપત્ર આપી વિવિધ રજૂઆતો થઈ હતી. ઘાસચારાની વિતરણ વ્યવસ્થા, ઘાસચરા જથ્થા, પીવાના પાણી અને રોજગારી જેવા મુદ્દાઓ પર ચર્ચાઓ કરી સાથે સાથે આ પરિસ્થિતિને પહોંચી વળવા સરકારી તંત્ર સાથે સરપંચ સંગઠને પણ સહયોગ આપવા તત્પરતા બતાવી છે. આગામી સમયમાં પાણી વપરાશ બાબતે જનજાગૃતિના કાર્યક્રમો કરવા સહિયારા પ્રયાસો બાબતે ચર્ચા કરાઈ હતી. કલેકટર દ્વારા આ રજૂઆતો બાબતે હકારાત્મક પ્રતિભાવો આપી અને વહીવટી વિભાગ દ્વારા થઈ રહેલા પ્રયત્નોની જાણકારી આપી હતી. કાર્યક્રમનું સંકલન ભુજ તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ સુરેશભાઈ છાંગાએ કર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer