નવરાત્રિમાં ધ્વનિ પ્રદૂષણ કે વધુ સમયને લઇને કાર્યવાહી કરાશે

ગાંધીધામ, તા. 12 : પૂર્વ કચ્છમાં નવરાત્રિ દરમ્યાન નિયમ મુજબના સમય કરતાં વધારે તથા ધ્વનિ પ્રદૂષણના પ્રસ્થાપિત નિયમો કરતાં વધારે માત્રામાં ધ્વનિ પ્રદૂષણ જણાશે તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. પૂર્વ કચ્છમાં નવરાત્રિના સમયગાળા દરમ્યાન નિયમ મુજબના સમય કરતાં વધારે સમય સુધી નવરાત્રિ ચચાલવા કે તે દરમ્યાન ધ્વનિ પ્રદૂષણના પ્રસ્થાપિત નિયમો કરતાં વધુ માત્રામાં ધ્વનિ પ્રદૂષણ જણાઇ આવે તો પોલીસ કંટ્રોલ રૂમ ફોન નં. 02836-28087 તથા કે. બી. જાડેજા મો. નં. 90999 13034, જગદીશસિંહ દિલુભા પૃથ્વીસિંહ મો. નં. 97129 75394 ઉપર સંપર્ક કરવા પોલીસે એક યાદીમાં જણાવ્યું હતું. ધ્વનિ પ્રદૂષણ યોગ્ય માપમાં છે કે નહીં તે માપવા માટે તમારી પાસે યંત્ર છે કે નહીં તેવું રીડર પી.એસ.આઇ. જે. જે. ચૌધરીને પૂછતાં તેમણે સ્પષ્ટ ના પાડી હતી. અમારી પાસે આવું યંત્ર નથી પણ આવી કોઇ ફરિયાદ આવશે તો અમે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓને સાથે રાખી ધ્વનિની ચકાસણી કરી બાદમાં કાર્યવાહી કરીશું તેવું તેમણે ઉમેર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer