ગાંધીધામ પાલિકાના એ ચાર કર્મીઓને શો-કોઝ નોટિસ

ગાંધીધામ, તા. 17 : અહીંની પાલિકા કચેરી સામે આવેલા વાહન વિભાગના વાડામાં અમુક કર્મીઓ ચાલુ નોકરીએ જુગાર જેવી પ્રવૃત્તિ કરતા હોવાથી ચાર કર્મીઓને મુખ્ય અધિકારીએ શો-કોઝ નોટિસ પાઠવી હતી. પાલિકા કચેરીના આ વિભાગમાં સાંજ પડે ને દારૂની મહેફિલ જામતી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું તો કચેરીની કામગીરીના સમય દરમ્યાન પણ અમુક કર્મીઓ જુગાર જેવી પ્રવૃત્તિ કરતા હોવાનું બહાર આવ્યું હતું. કર્મચારીઓની આવી હરકતને પગલે મુખ્ય અધિકારી નીતિન બોડાતે ચાર કર્મીઓને શો-કોઝ નોટિસ પાઠવી હતી અને આવા કૃત્ય બદલ તેમની સામે શા માટે પગલાં ન લેવાં તેવું પૂછયું હતું. મુખ્ય અધિકારીનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે, આ ચાર કર્મીઓને સાંભળવામાં આવશે બાદમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer