ગાંધીધામમાં બાઇક અકસ્માત મુદ્દે ઘરમાં ઘૂસી હથિયારોથી હુમલો

ગાંધીધામ, તા. 17 : શહેરનાં સુંદરપુરી વિસ્તારમાં બાઇક અડી જતાં બબાલ સર્જાઇ હતી. બાદમાં મહિલા સહિત ચાર શખ્સો એક ઘરમાં ઘૂસી તલવાર, ધોકા વડે હુમલો કરતાં ચાર લોકોને ઇજાઓ પહોંચી હતી. પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ ગઇકાલે સુંદરપુરીમાં યાસિન અને પ્રવીણ નામના શખ્સ વચ્ચે ગાડી અડી જવા મુદે્ બબાલ થઇ હતી, બાદમાં સમાધાન પણ થઇ ગયું હતું. દરમ્યાન રાત્રે અશોક ઉર્ફે ચીચો મનુ પારાધી, જેસંગ મલુ પારાધી, કુંવરજી રાણા ભીલ તથા મનીષાબેન અશોક પારાધી નામના શખ્સો વાહન લઇને યાસિનના ઘરે આવ્યા હતા. આ શખ્સોએ તલવાર, ધોકા વડે હુમલો કરતા યાસિન, તેની માતા, તેના પિતા ઇસ્માઇલ હુશેન મિયાણા (ઉ.વ. 58) તથા તેના કાકાને ઇજાઓ પહોંચી હતી. ઘવાયેલા પૈકી બેને ગંભીર ઇજાઓ થતાં આ બેને વધુ સારવાર અર્થે ભુજ ખસેડાયા હતા. આ અંગે આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer