પતરી રાખવાની વિધિ જાગીર મહંતે કરી

માતાના મઢ (તા. લખપત), તા. 17 : પરંપરા પ્રમાણે પતરીવિધિમાં મા આશાપુરાજીના જમણા?ખભા ઉપર પતરી (આવળ નામની વનસ્પતિનો ગુચ્છો) માતાજીના ભૂવા રાખે છે. પણ આ વર્ષે તિલાટ ભૂવા પૂજારીના ઘરે સુતક હોતાં આ વિધિ મઢ જાગીરના મહંત યોગેન્દ્રસિંહજીએ કરી હતી આમ પણ કાપડી મહંત અને ભૂવા પૂજારી બન્ને ભાઇઓ હતા. મા મઢના ઇતિહાસ પર નજર નાખીએ તો મહંત કાપડી અને માના ભૂવા હરિઆ અને થરિઆ નામના બે ભાયોના વંશ જ છે. હરિઓ અને થરિઓ મા આશાપુરાજીની નિત્યક્રમે સેવા કરતા. માતાજી બન્ને ભાઇઓની સેવા જોઇ પ્રસન્ન થયા અને હરિઆને મઢના મહંતની પદવી આપી અને થરિઆની સેવા-પૂજા જોઇ એને મઢ ગામનો તિલાટ ભૂવાની પદવી આપી અને બન્નેને અલગ અલગ કામ આપ્યા, મહંત કાપડીને સંન્યાસી તેમજ ભૂવાને સંસારી રહેવાનો આદેશ આપ્યો, આવો આદેશ માતાજીએ આપ્યાનું કારણ આજે સાર્થક થાય છે. ટૂંકમાં આજે મઢમાં વિધિવિધાન-સંસારીના મોટા ભાઇ સંન્યાસી મહંતએ કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer