રાસોત્સવ 2018માં આરતી-ગરબા શણગાર સ્પર્ધાએ ખાસ્સી એવી ચાહના મેળવી

રાસોત્સવ 2018માં આરતી-ગરબા શણગાર  સ્પર્ધાએ ખાસ્સી એવી ચાહના મેળવી
ગાંધીધામ, તા. 14 : સેવાકીય કાર્યોની નેમ સાથે લાયન્સ ક્લબ ગાંધીધામ અને કચ્છમિત્રના સહયોગથી હોટેલ રેડીશન ખાતે આયોજિત નવરાત્રિ મહોત્સવ રાસોત્સવ 2018માં ચોથા દિવસે લાયોનેસ ક્લબ દ્વારા આરતી અને ગરબા શણગાર હરીફાઇનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન સ્પર્ધકોએ વિવિધ કલાત્મક રીતે ગરબા આરતીની થાળીના શણગાર કર્યા હતા. લાયોનેસ ક્લબના પ્રમુખ રીચા દયારામાણીના જણાવ્યા પ્રમાણે નવરાત્રિ મહોત્સવ અંતર્ગત યોજાયેલી આ સ્પર્ધામાં 12 સ્પર્ધકોએ આરતી શણગાર સ્પર્ધામાં અને 13 સ્પર્ધકોએ ગરબા શણગાર સ્પર્ધામાં ભાગ લીધો હતો. રાસોત્સવમાં ચોથા દિવસે ખાસ ઉપસ્થિત રહેલા કચ્છ બનાસકાંઠા બોર્ડર રેન્જના આઇ.જી. ડી. બી. વાઘેલા, પૂર્વ કચ્છ પોલીસવડા પરીક્ષિતા રાઠોડ, લાયન્સ ક્લબના પ્રમુખ સંજય જગેશિયા, સેક્રેટરી લલિત ધલવાની, લાયન્સ ક્લબના વરિષ્ઠ સદસ્ય ધીરેન મહેતા વગેરેએ સ્પર્ધકોની કલાત્મકતાને બિરદાવી હતી. ગરબા સ્પર્ધામાં દિયા દયાલાની પ્રથમ, નેહલ ઠક્કર દ્વિતીય અને દિવ્યા દયાલાની ત્રીજા ક્રમે વિજેતા બન્યા હતા, જ્યારે આરતી શણગાર સ્પર્ધામાં દિવ્યા દયાલાની પ્રથમ, રવિના દયાલાની દ્વિતીય અને દિયા દયાલાની તૃતીય ક્રમે વિજેતા જાહેર કરાયા હતા. આયોજનને પાર પાડવા પ્રોજેક્ટ ચેરમેન નીતાબેન મહેતા, જ્યોત્સના ઠક્કર, આરતી છતલાની સહયોગી બન્યા હતા. વિજેતા સ્પર્ધકોને પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer